Ahmedabad/ શહેરમાં આટલા વાગ્યા પછી નહીં વેચી શકાય પતંગ-દોરી, જો વેચી તો..

ચાલુ વર્ષે ઉતરાયણનો તહેવારને લઈ કોરોનાને કારણે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેને કારણે પતંગ-દોરીનું વેચાણ પણ ઓછુ થયુ છે. બજારોમાં પણ લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે.

Ahmedabad Gujarat

કોરોના વાયરસના કહેર વચ્ચે આ વર્ષે ઉત્તરાયણનો પર્વ ઉજવાશે અને લોકો પણ આ તહેવારની રાહ જોઇને બેઠા છે, પરંતુ આ કોરોનાના કપરા કાળમાં ચાલુ વર્ષે સરકાર દ્વારા કેટલીક પાબંધીઓ લાદવામાં આવી છે, જેને લઈને વેપારીઓથી લઈ પતંગ રસિયાઓ પણ નારાજ છે.

ચાલુ વર્ષે ઉતરાયણનો તહેવારને લઈ કોરોનાને કારણે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેને કારણે પતંગ-દોરીનું વેચાણ પણ ઓછુ થયુ છે. બજારોમાં પણ લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. એવામાં હવે અમદાવાદમાં 10 વાગ્યા પછી કરફ્યૂ લાગુ કરવામાં આવશે અને જેથી આ વર્ષે રાત્રે 10 વાગ્યા પછી જો દુકાનદારો પતંગ-દોરી વેચી શકશે નહિ. અને જો તેઓ વેચતા જોવા મળ્યા તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે અને જેલની હવા ખાવી પડશે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં પોલીસ દ્વારા પહેલેથી જ વેપારીઓ અને લોકોને રાત્રે 10 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને એક માર્ગદર્શિકા પણ બહાર પડાઈ છે, જેમાં ધાબા પર ભીડ ભેગી ના કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…