Not Set/ વર્લ્ડ ચેમ્પિયન લોહ કીને ફાઇનલમાં હરાવીને લક્ષ્ય સેને ઇન્ડિયા ઓપન સિંગલ્સ ખિતાબ જીત્યો

20 વર્ષીય લક્ષ્યે ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂને સીધા સેટમાં હરાવીને તેમનું પ્રથમ ઈન્ડિયા ઓપન ટાઈટલ જીત્યું હતું.

Top Stories Sports

લક્ષ્ય સેને ઈન્ડિયન ઓપન સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. 20 વર્ષીય લક્ષ્યે ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂને સીધા સેટમાં હરાવીને તેમનું પ્રથમ ઈન્ડિયા ઓપન ટાઈટલ જીત્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લક્ષ્ય પ્રથમ વખત BWF વર્લ્ડ ટૂર સુપર 500 ઇવેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો.ટૂર્નામેન્ટની ત્રીજી ક્રમાંકિત લક્ષ્યે ટાઇટલ મેચમાં સિંગાપોરના લોહ કીન સામે એકતરફી 24-22, 21-17થી જીત મેળવીને તેમનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું.

વર્લ્ડ નંબર 17 લક્ષ્યે અગાઉ સેમિફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યાં તેમની શરૂઆત ખરાબ રહી હતી અને 60મા ક્રમાંકિત યોંગ સામે પ્રથમ સેટ 19-21થી હારી ગયા હતા પરંતુ તે પછી તેમણે જોરદાર વાપસી કરી અને છેલ્લા બંને સેટ જીતી લીધા.