Global Peace Summit Summary: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધને રોકવા માટે આજે પાકિસ્તાન(Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદમાં એક અત્યંત મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) આ શાંતિ મંત્રણાનું નેતૃત્વ કરવા પાકિસ્તાન પહોંચી ગયા છે. બીજી તરફ ઈરાની ડેલિગેશન પણ મિસાઈલ હુમલામાં માર્યા ગયેલા બાળકોની તસવીરો સાથે ઈસ્લામાબાદ પહોંચ્યું છે. આ મંત્રણામાં અમેરિકા અને ઈરાન સીધી વાત કરવાને બદલે પાકિસ્તાની મધ્યસ્થી દ્વારા સંવાદ કરશે.
નૂર ખાન એરબેઝ પર ઉતરાણ અને જેડી વેન્સની મુશ્કેલ જવાબદારી
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પાકિસ્તાનના (Pakistan) નૂર ખાન એરબેઝ પર ઉતર્યા ત્યારે પાકિસ્તાની (Pakistan) આર્મી ચીફ જનરલ આસિમ મુનીર અને વિદેશ મંત્રી ઈશાક ડારે તેમનું સ્વાગત કર્યું હતું.
સીઝફાયર પર દબાણ: મળતી માહિતી અનુસાર, જેડી વેન્સ પર આ મંત્રણાને સફળ બનાવવાનું ભારે દબાણ છે. જો આ મંત્રણા નિષ્ફળ જશે તો તેની મોટી રાજકીય કિંમત ચૂકવવી પડી શકે છે.
ટ્રમ્પની ધમકી: આ મંત્રણા પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં વસૂલી ચલાવી લેવામાં આવશે નહીં અને અમેરિકા આ દરિયાઈ માર્ગોને ટૂંક સમયમાં ખોલશે.
‘મિનાબ-168′ પ્લેન: બાળકોની તસવીરો સાથે ઈરાની ડેલિગેશન
ઈરાની ડેલિગેશન જે પ્લેનમાં આવ્યું તેનું નામ ‘મિનાબ-168’ રાખવામાં આવ્યું છે. આ નામ પાછળ એક દર્દનાક કહાની છે:
સ્કૂલ પર હુમલો: 28 ફેબ્રુઆરીએ ઈરાનના મિનાબ શહેરની એક પ્રાઈમરી સ્કૂલ પર હુમલો થયો હતો જેમાં 168 લોકો (મોટાભાગે બાળકો) ના મોત થયા હતા.
ભાવુક સંદેશ: ઈરાની સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે પ્લેનની સીટો પર લોહીથી લથબથ સ્કૂલ બેગ, જૂતા અને બાળકોના ફોટા રાખેલી તસવીરો શેર કરી છે. અમેરિકાએ સ્વીકાર્યું છે કે આ હુમલો કદાચ અમેરિકી સેનાની ભૂલથી થયો હોઈ શકે છે.
#WATCH | Pakistan: US Vice President JD Vance arrived in Islamabad for peace talks with Iran.
(Video Source: US Network Pool via Reuters; quality as incoming) pic.twitter.com/oHjsaiSigX
— ANI (@ANI) April 11, 2026
ઈરાનનું વલણ: “શાંતિની આશા છે, પણ અમેરિકા પર ભરોસો નથી”
ઈસ્લામાબાદ પહોંચતા જ ઈરાનના મુખ્ય વાર્તાકાર ગાલિબાફે સ્પષ્ટ કર્યું કે, “અમારી પાસે સદભાવના છે, પરંતુ અમે અમેરિકા (Pakistan) પર ભરોસો કરતા નથી.” અગાઉના અનુભવોને ટાંકીને તેમણે કહ્યું કે જો અમેરિકા ઈમાનદાર હશે તો જ સમજૂતી શક્ય છે.
ચીનનું ઈરાનને સમર્થન?
એક બાજુ શાંતિ મંત્રણા ચાલી રહી છે, ત્યારે અહેવાલ મુજબ ચીન ઈરાનને નવા એર ડિફેન્સ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ઈરાન આ શાંતિના સમયગાળાનો ઉપયોગ પોતાનું શસ્ત્રાગાર (Pakistan) ફરીથી ભરવા માટે કરી શકે છે.
ઈઝરાયેલ-લેબેનોન વચ્ચેની સ્થિતિ
હુમલા ચાલુ: ઈઝરાયેલે લેબેનોનના નબાતિયેહમાં એક રહેણાંક ઈમારત પર હુમલો કર્યો જેમાં 3 લોકોના મોત થયા છે.
હિઝબુલ્લાહનો પલટવાર: હિઝબુલ્લાહે પણ ઈઝરાયેલી સૈનિકો પર રોકેટ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે.
નવી બેઠક: ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે 14 એપ્રિલે વોશિંગ્ટનમાં શાંતિ માટે અલગથી મંત્રણા થવાની શક્યતા છે.
આ પણ વાંચો : ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક
આ પણ વાંચો : સીઝફાયર અંત નથી, આંગળી હજુ ટ્રિગર પર છે’, નેતન્યાહુએ ફરી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી
આ પણ વાંચો : ઈરાન સાથે મળીને કામ કરીશું’, યુદ્ધવિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત

