Not Set/ લીંબડી તાલુકામાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકસાન, અંદાજે 25 લાખથી વધુનાં નુકસાનની આશંકાઓ

શહેરી વિસ્તારમાં આવેલી મિલન જીનના છાપરાઓ ઉડીને તુટી પડયા …

Gujarat Others

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ગઇ કાલે આવેલુ “તાઉતે” વાવાઝોડું લીંબડી પથંકમાંથી પણ પસાર થઇ ભારે તબાહી મચાવી હતી. લીંબડી તાલુકામાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકશાન જોવા મળ્યું હતુ. જેમાં શહેરી વિસ્તારમાં આવેલી મિલન જીનના છાપરાઓ ઉડીને તુટી પડયા હતા. અને સોલાર પેનલો ફંગોળાઇને દૂર પડી હતી. જેમાં અંદાજે 25 લાખથી વધુના નુકશાનની આશંકાઓ સેવાઇ રહી છે.

મહામારીમાં મદદ: એલેમ્બિક ફાર્મા કંપની તરફથી પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રને 28 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સહાય

ગઇ કાલે અરબી સમુદ્રમાં આવેલા “તાઉતે”વાવાઝોડાએ દિવ, ઉના અને ભાવનગર પથંકમાં ભારે તારાજી સર્જ્યા બાદ બીજા દિવસે ધીમું પડેલું વાવાઝોડું લીંબડી પથંકમાંથી પણ પસાર થયું હતુ. લીંબડી પથંકમાં પણ ‘તાઉ-તે’ વાવાઝોડાએ તબાહીનું મંજર સર્જ્યું હતુ. જેમાં લીંબડી તાલુકામાં અનેક ઠેકાણે રસ્તામાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બ્લોક થઇ જતા વાહનચાલકોને ભારે હાલાકી ઉઠાવવાની નોબત આવી હતી. જ્યારે આ વિનાશક વાવાઝોડાના લીધે અનેક વિજપોલો પણ જમીનદોસ્ત થતાં લીંબડી તાલુકાના અસંખ્ય ગામોમાં વિજળી ડુલ થઇ જતાં ઘોર અંધારપટ છવાઇ ગયો હતો.

વાવાઝોડાથી નુકસાન: કાલોલ તાલુકામાં તાઉતે વાવાઝોડાનાં પગલે ઘરનાં પતરા, વૃક્ષો અને વીજ થાંભલા જમીન દોસ્ત થયા

આ વિનાશક વાવાઝોડાના પગલે લીંબડી તાલુકામાં મોટા પાયે નુકશાન જોવા મળ્યું હતુ. જેમાં લીંબડી શહેરી વિસ્તારમાં આવેલી મિલન જીનના છાપરાઓ ઉડીને તુટી પડયા હતા. અને સોલાર પેનલો ફંગોળાઇને દૂર પડી હતી. જેમાં અંદાજે 25 લાખથી વધુના નુકશાનની આશંકાઓ પણ સેવાઇ રહી છે.