મેદુ વડા અને સાંભાર એ દક્ષિણ ભારતીય નાસ્તાની લોકપ્રિય રેસીપી છે. મેદુ વડા અડદ અને મસાલામાંથી બનાવવામાં આવે છે, તે બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે.
ખાસ મસાલા પેસ્ટ સાથે પ્રેશર કૂકરમાં સાંભાર રેસીપી બનાવવાની રીત જણાવીશું. મેંદુવડા માટે સાંભાર તૈયાર કરવું સરળ છે. અહીંયા તમને સાંબર રેસિપીને આકાર આપવા અને તેને પરફેક્ટ બનાવવા માટેની તમામ ટિપ્સ જણાવીશું. તો ચાલો જાણીએ મેદુ વડા રેસીપી બનાવવાની રીત.
મેદુ વડા માટે જરૂરી સામગ્રી: 1 કપ અડદ દાળ, જરૂર પ્રમાણે પાણી, 2-3 સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુની પેસ્ટ, ½ ચમચી કાળા મરીનો પાઉડર, 5-6 સમારેલા લીમડાના પાન, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ
સાંભાર માટે જરૂરી સામગ્રી: ¼ તુવેર દાળ, 1 ચમચી તેલ, 2 મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી, 2 લીલા મરચાના ટુકડા, 1 ચમચી આદુની પેસ્ટ, 2 સમારેલા ટામેટાં, ½ ટીસ્પૂન હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, ½ કપ ઝીણી સમારેલી દૂધી, ½ કપ ગાજર ના ટુકડા, 1 સરગવાના ટુકડા, 1 રીંગણના ટુકડા, જરૂર પ્રમાણે પાણી, સ્વાદ પ્રમાણે મીઠું
મેંદુવડા બનાવવાની રીત: 1 કપ અડદની દાળને જરૂરી પાણીમાં 4 થી 5 કલાક પલાળી રાખો. દાળ પલળી જાય પછી તેમાંથી પાણી કાઢી લો. એક બાઉલ દાળને એડ કરો અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરી પાણી ઉમેરો. દાળને સારી રીતે પીસી અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.
સ્મૂધ પેસ્ટને એક મોટા વાસણમાં લઇ હાથની મદદથી 5-7 મિનિટ સારી રીતે હલાવી ને ફેટી લો. બેટર સારી રીતે ફેટયુ છે કે નહિ તે ચેક કરવા વાટકીમાં પાણી લઇ થોડું બેટર ઉમેરો. બેટર તળે તો સમજવું કે બેટર સારી રીતે ફેટાઇ ગયું છે.
હવે તેમાં સમારેલા લીલા મરચા, આદુની પેસ્ટ, કાળા મરીનો પાઉડર, ઝીણા સમારેલા લીમડાના પાન અને થોડી કોથમીર ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી દો. તો અહીંયા બેટર થોડુંક થીક અને હાથેથી પળે તેવું બનીને તૈયાર થઇ ગયું હશે.
જો બેટર વધુ પડતું પાતળું દેખાય તો ચમચી ચોખાનો લોટ ઉમેરી શકો છો. હવે હાથની આંગળી ભીની કરો અને વડાને ગોળાકાર આકાર આપો અને મધ્યમાં એક છિદ્ર (હોલ) બનાવો. આ સિવાય તમે ચાની ગરાણીનો ઉપયોગ કરીને વડાને પણ આકાર આપી શકો છો.
તે માટે ચાની ગરણીના પાછળના ભાગે થોડું પાણી લગાવી, બેટર લઇને ગોળાકાર આકાર આપો અને વચ્ચે હોલ પાડી શકો છો. તેલ ગરમ કરો અને વડાને તેલમાં નાંખો અને મેદુ વડાને મધ્યમ ગેસ પર તળી લો. વડા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. અહીંયા મેંદુવડા બનીને તૈયાર છે. ગરમાગરમ મેદુ વડાને સાંભાર અથવા ચટણી સાથે સર્વ કરો.
