@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
મણિનગરમાં 12 દિવસની બાળકીને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસે એક મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ કરી. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપી સુધી પહોંચી. આરોપી તો પકડાયા પરંતુ બાળકી કોની છે તે હજુ પણ રહસ્યમય બાબત છે. પોલીસે કડી મેળવવા આરોપીની પૂછપરછ શરૂ કરી.

- મણીનગરમાં બાળકીને ત્યજી દેનાર ઝડપાયા
- રાજસ્થાનની મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ
- બાળકીને મંદિરના ઓટલે મૂકીને થયા હતા ફરાર
- સીસીટીવી ફુટેજના આધારે પોલીસે કરી ધરપકડ
મણિનગરમાં અઠવાડિયા પહેલા જોગણી માતાના મંદિર 10 દિવસની નવજાત બાળકીને ત્યજી દેનાર ઝડપાયા છે. ફતેહવાડીમાં રહેતો રીક્ષા ચાલક મુસ્તફા અજમેરી અને રાજસ્થાનની મહિલા પ્રશ્નના પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી. આ બન્ને આરોપી બાળકીને મંદિરના ઓટલે મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસની તપાસમાં સીસીટીવી ફુટેજમાં એક રીક્ષાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે આ ફુટેજને લઇને જુદાજુદા વિસ્તારમાંથી 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા. અને ફતેવાડીમાં રહેતા રિક્ષાચાલક મુસ્તફા અજમેરી સુધી પહોંચી. રીક્ષા ચાલકની પૂછપરછમાં બાળકને ત્યજી દેવાનો ભેદ ઉકેલાયો. આ બાળકને રાજસ્થાની મહીલા લાવી હોવાનું ખુલતાં પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી.

બાળકને ત્યજી દેવાના કેસમાં મહિલા આરોપી પોલીસને જુદા જુદા નિવેદનો આપી રહી છે. આ દસ દિવસનું બાળક તેને સીટીએમ નજીક એક બસ સ્ટેન્ડ નજીકથી મળ્યું હોવાનું કહી રહી છે. બાળકને ત્યજી દેવાની સલાહ રીક્ષા ચાલક મુસ્તાફે આપી હોવાનો લૂલો બચાવ કરી રહી છે. પરંતુ મહિલાના નિવેદન શંકાસ્પદ છે કારણકે મહિલા 15 દિવસ પહેલા અમદાવાદ આવી હતી. પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજેસ્થાનમાં વિનોદ પ્રજાપતિ સાથે રહે છે. વિનોદ પરણિત હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મહિલા બાળક રસ્તામાં મળ્યું હોવાનું સતત રટણ કરી રહી છે. હાલમાં તો પોલીસે બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
મણિનગર પોલીસને બાળકી ત્યજી દેનાર આરોપીઓને પકડવામાં તો સફળતા મળી. પરંતુ બાળકીની ઓળખ હજુ રહસ્યમય છે. હાલમાં પોલીસે મહિલા આરોપીના મોબાઈલની કોલ ડિટેઇલ્સ અને લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે. અને બાળકીની માતા-પિતાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
