Rajkot/ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં ગાબડું, 200 કાર્યકરોનું ભાજપને રામ-રામ

રાજકીય પંડિચોનાં મતે આવા વિસ્ફોટો તો હાલ થતા જ રહેશે…ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની મોસમ આગામી દિવસોમાં વધુ તેજ બનશે.

Gujarat Rajkot

રાજકોટનાં વિછીયામાં ભાજપના કાર્યકરોએ ભાજપને રામ રામ કર્યાની વિગતોથી રાજકીય ભૂકંપ જોવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે અને બરોબર ત્યારે જ ભાજપના 200 કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં પ્રવેશ કરતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં ગાબડું પડ્યાનો ક્યાસ થયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં વિછીયામાં રૂપાવટી ગામે કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયું હતું અને ખેડૂતોના હીત માટે કાર્યકરો ભાજપને બાય અને કોંગ્રેસને હાઇ કહી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ અગ્રણી અમૃત કોરડીયાએ ભાજપમાંથી છેડો ફાડી પોતાનાં સમર્થનમાં 200 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા ભર શિયાળે રાજકીય ગરમાવો જોવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે માથે આવીને ઉભી છે અને કોંગ્રેસે પણ આ વખતે સમય સર ચૂંટણીઓ માટે કમર કસી છે, ત્યારે રાજકીય પંડિચોનાં મતે આવા વિસ્ફોટો તો હાલ થતા જ રહેશે…ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની મોસમ આગામી દિવસોમાં વધુ તેજ બનશે.

જુઓ સમગ્ર વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ –  Rajkot: મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં ગાબડું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…