- માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ
- માજી સૈનિકોના 14 મુદ્દાને લઇ કમિટી તૈયાર કરાઈ
- સરકારની કમિટીના સભ્યો હતા હાજર
- માંગ પર વહેલી તકે આવશે નિરાકરણ
- માજી સૈનિકોના આંદોલનનો આવ્યો અંત
- સરકાર સાથે બેઠક બાદ આંદોલન પૂર્ણ
- ગુજરાત એસ.ટી કર્મીઓની હડતાળનો અંત
- ગુજરાત એસ.ટી કર્મચારીઓની થઈ જીત
- સરકાર અને યુનિયન વચ્ચે થયું સમાધાન
- 10 મુદ્દાઓને લઈને સરકારે માની માગ
- 25 વર્ષથી ભથ્થાઓની કરી રહ્યા હતા માગણી
- 22 તારીખે માસ CLની કરી હતી જાહેરાત
રાજ્યમાં હાલ આંદોલનની મોસમ ચાલી રહી છે. ગાંધીનગરમાં એક બે નહીં પરંતુ ગુજરાત સરકાર સામે 26 આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાની રહેશે. આ સાથે એસટી કર્મીઓનું આંદોલન પણ પૂર્ણ થયું છે.નિવૃત્ત સૈનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સમિતિ રચવામાં આવશે. માજી સૈનિકોના 14 પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવશે. જેમાં કમિટિના 5 સભ્યો હાજર રહેશે,આ ઉપરાત ગુજરાત એસટી કર્મચારીઓની હડતાળ પણ પરિપૂર્ણ થઇ છે.

ઉલ્લેખનીય છે કે એસટી કર્મચારીઓના આંદોલનનું સમાપન થયુ હતું. સરકરા અને યુનિયન વચ્ચે સમાધાન થઇ ગયું હતું ,સરકારે એસટી કર્મચારીઓના 10 મુદ્દાઓ માની લીધા છે, આ ઉપરાંત 25 વર્ષથી ભથ્થાઓની કરી રહેલી માંગનું પણ સ્વીકાર કરવામાં આવ્યું છે. હાલ બનેને આંદોલનકારીઓની માંગ સરકારે સ્વીકારી છે.
