નિવેદન/ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે શહીદ એટીએસ ના વડા કરકરેની કરી નિંદા,દેશભક્ત પર ઉઠાવ્યા સવાલ

ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એક વખત પોતાનો ગુસ્સો મુંબઇ હુમલામાં શહીદ થયેલા એટીએસના ભૂતપૂર્વ હેમંત કરકરે પર ઠાલવ્યો છે.

India

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એક વખત પોતાનો ગુસ્સો મુંબઇ હુમલામાં શહીદ થયેલા એટીએસના ભૂતપૂર્વ હેમંત કરકરે પર ઠાલવ્યો છે.કરકરેના દેશભક્ત પર સવાલ ઉઠાવ્યા છે ઠાકુરે .  સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે સાચા દેશભક્તો મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારી કરકરેને દેશભક્ત નથી તેવું નિવેદન ફરીવાર આપ્યું છે. ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના એટીએસ ના પૂર્વ વડા હેમંત કરકરે દ્વારા પૂછપરછ દરમિયાન તેમની શિક્ષિકાને હેરાન કરવામાં આવી હતી, તેમણે  2008 ના માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ કરી હતી. પ્રજ્ઞા માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે.

સાંસદ પ્રજ્ઞા સિંહે એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે વર્ષ 2008 માં જ્યારે તેમને ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે કટોકટી જેવી સ્થિતિ આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કરકરે તેની તપાસ દરમિયાન તેના શિક્ષકની આંગળીઓ તોડી હતી. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે આ ખોટા કેસ રચવા અને ખોટા પુરાવા રજૂ કરવા માટે આ બધું કરવામાં આવ્યું હતું . તેમણે કહ્યું કે  મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારી કરકરેને દેશભક્ત નથી.આ નિવેદનથી ફરીવાર વિવાદ વકરી શકે છે. ઉલ્લેખનીય છે  કે હેમંત કરકરે 2008 ના મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા.

વર્ષ 2019 ની શરૂઆતમાં પણ પ્રજ્ઞાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે કરકરે તેની કસ્ટડીમાં તેની સાથે ખરાબ વર્તન કરવા બદલ તેને શ્રાપ આપ્યો હતો, તેથી કરકરેનું મોત નીપજ્યું હતું. પ્રજ્ઞાએ બાદમાં ટિપ્પણીની ટીકા થઈ હોવાથી બાદમાં માફી માંગી હતી.