હત્યા/ રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત, 2 દિવસમાં 2 લોકોને ઉતાર્યા મોતને ઘાટ

જસદણ તાલુકામાં બે દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. બે-બે હત્યાના બનાવ સામે આવતાં પોલીસનો ડર રહ્યો ન હોય એવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.

Gujarat Rajkot

જસદણ તાલુકામાં બે દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. બે-બે હત્યાના બનાવ સામે આવતાં પોલીસનો ડર રહ્યો ન હોય એવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. બે દિવસમાં એક જ મોડસ ઓપરેન્ડીથી આજે બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. દેવપુરામાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખસોએ ખાટલામાં નાડા વડે હાથ-પગ બાંધી મોઢે ડૂમો દઇ પતાવી દેતાં નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, જસદણ તાલુકાના દેવપુરા ગામે માવજીભાઇ વાસાણી (ઉં.વ.65)ની ગત રાત્રે અજાણ્યા શખસોએ હત્યા કરી ફરાર થઇ ગયા છે. સવારે માવજીભાઇનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો, આથી પરિવારજનોએ જસદણ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી માવજીભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. માવજીભાઇ દેવપુરા ગામમાં રહેતા હતા તેમજ દાઝેલા લોકોને મલમ લગાડી દેવાનું કામ કરતા હતા. માવજીભાઇની હત્યાથી નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

આ પણ વાંચો :ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું નિધન

માવજીભાઇની હત્યા શા માટે અને કોણે કરી એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર શખસોને માવજીભાઇ સાથે શું સંબંધ છે એ તપાસના અંતે બહાર આવશે. રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, માવજીભાઇ પોતાના ઘરે ઓસરીમાં ખાટલા પર સૂતા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેના હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે જસદણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી છે. માવજીભાઇ સ્થાનિક સ્તરે વેદ્યનું કામ કરતા હતા. પરિવારજનોએ પોલીસને જાણ કરતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

જસદણના વિરનગરમાં 70 વર્ષના વૃદ્ધની હત્યા

જસદણના વિરનગર ગામે સીમમાં એકલા રહેતા 70 વર્ષના વૃદ્ધ શંકરભાઈ પોપટભાઈ વેકરિયાનો ગઈકાલે મૃતદેહ મળ્યો હતો. જોકે આજે પોલીસ તપાસમાં વૃદ્ધની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. પોલીસે હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યુ હતું કે, મારી પત્ની પાસે વૃદ્ધ બિભત્સ માગણી કરતો હોવાથી તેને સાડીથી થાંભલા સાથે બાંધી મોઢે ડૂમો દઇ મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. આ અંગે આટકોટ પોલીસમાંથી મળતી માહિતી મુજબ વિરનગરથી કનેસરા રોડ ઉપર આવેલી વાડીએ એકલા જ રહેતા શંકરભાઇ પોપટભાઇ વેકરીયાની ગઇકાલે તેમની વાડીના ઝુંપડા જેવા મકાનમાંથી લાશ મળી આવી હતી.

આ પણ વાંચો : જેસીબી મશીનો ભાડે મેડવીને તેને કાશ્મીરમાં વેચવાનો કોભાંડ પકડાયો, આરોપી પોલીસ પકડમાં

પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા હોવાનું દેખાતા પ્રથમ જસદણ સરકારી દવાખાને પેનલ ડોકટર્સ દ્વારા પી.એમ. કરવામાં આવ્યું હતું. બાદ યોગ્ય નિષ્કર્ષ ન આવતા રાજકોટ ફોરેન્સિક પી.એમ. કરવામાં આવ્યું હતું. અહીં શંકરભાઇને મોઢે ડુમો દઇ હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે શંકરભાઇના ભાઇ ગીરધરભાઇએ ફરિયાદમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

 

શંકરભાઇ અપરિણીત હતા અને વર્ષોથી પોતાની વાડીએ ઝુંપડા જેવા મકાનમાં એકલા રહી બકરા ચરાવી ગુજરાન ચલાવતા હતા. તેઓના ભાગની જમીનમાં તેઓ વર્ષોથી ખેતી કરતા નહોતા. પરંતુ આ વર્ષે થોડી જમીન ખેડાવી હતી. જેમાં મોટા દડવાના સંજય વેરસી ભાગમાં જમીન વાવવા આપી હતી. સંજય તેની પત્નિ અને તેની માતા વિરનગર વાડીએ રહેવા હજુ થોડા દિવસ પહેલા જ આવ્યા હતો. સંજયની પત્નીએ શંકરભાઈએ બિભત્સ માગણી કરી હોવાની વાત કરતા સંજયને લાગી આવ્યું હતું.

આ પણ વાંચો :અમુલ બાદ બરોડા ડેરીએ પણ દૂધનાં ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો થયો વધારો

સમાજમાં બદનામી થશે અને પોતે સમાજમાં મોઢુ બતાવવા જેવો નહીં રહે તેમ વિચારી સંજયે તેની પત્ની અને માતા સૂઇ જતા શંકરભાઈ જે ઝુપડામાં સૂતા હતા ત્યાં જઇ મોઢે ડૂમો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કર્યા બાદ સંજયે કોઇ ચોર ચોરી કરવા માટે આવ્યો હોય અને તેણે હત્યા કરી જતો રહ્યો હોય તેમાં ખપાવવા ઝુપડાનો સામાન વેર વિખેર કરી પોતાના ઘરે જઇ સૂઇ ગયો હતો. સવારે સંજયે પોતે જ આ હત્યા અંગે શંકરભાઈના ભાઇ વિનુભાઇને જાણ કરી હતી. બાદમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે ગયો હતો.

શંકરભાઇએ સંજયની પત્ની પર નજર બગાડી બિભત્સ માગણી કરી હતી. આથી સંજયે શંકરભાઇના બંને પગ સાડી વડે બાંધી દીધા હતા. બાદમાં મોઢા ઉપર ડૂમો આપી હત્યા નિપજાવી હોવાનું સંજયે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. આ બનાવની વધુ તપાસ આટકોટ PSI કે.પી.મહેતા ચલાવી રહ્યા છે. ગઇકાલે તપાસમાં રૂરલ એલ.સી.બી. સ્ટાફ પણ જોડાયો હતો.

આ પણ વાંચો :રાજ્યમાં  ઘટતો કોરોનાનો કહેર, આજે નોધાયા માત્ર 90 નવા કેસ