Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ NCP પણ થઈ સક્રિય, સુરતમાં 20 ઉમેદવારના નામ..

બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે જ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે અને હવે આ ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે અને ઉમેદવારોની પસંદગીને લઈ કળશ ઢોળવામાં આવી રહ્યો છે.

Gujarat Surat

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે ચૂંટણીઓને લઈ જોવા મળી રહેલી તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું છે.

બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે જ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે અને હવે આ ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે અને ઉમેદવારોની પસંદગીને લઈ કળશ ઢોળવામાં આવી રહ્યો છે.

આ સ્થિતિને જોતા NCP પણ મેદાનમાં આવી ગઈ છે અને તેઓએ જાહેરાત કરી છે કે, સમગ્ર રાજ્યની પાલિકા, મહાનગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે.

આ સાથે NCP  સુરત મનપાની ચૂંટણી માટે 20 ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધા છે. જ્યારે અન્ય તમામ બેઠકો પર ઉમેદવારોના નામો ટૂંક સમયમાં જાહેર કરવાનું જણાવ્યું છે. આ ચૂંટણીને લઈ NCPના ગુજરાત અધ્યક્ષ જયંત બોસ્કીએ જણાવ્યું કે, ભાજપના શાસનમાં તાનાશાહી વધી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, આ ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની અન્ય રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડવા લાગી છે અને આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ, AIMIM, BTP અને હવે NCP પણ મેદાનમાં આવી ગઈ છે.

જાણો 2015 કરતા  2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેમ છે અગલ  

રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા અને 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. દરમિયાન ગત વર્ષ-2015 કરતાં અનેકરીતે વર્ષ-2020-21 ચૂંટણી અલગ રીતે યોજાશે. ગત વર્ષ-2015ની ચૂંટણીમાં મતદાતાઓએ શિસ્તબદ્ધ લાઇનમાં ઉભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે-2021માં કોરોના ગ્રહણના કારણે મતદારો માટે ખાસ આયોજન અને કોવિડ-2019નું પાલન મતદારોએ કરવાનું રહેશે. વર્ષ-2015 ચૂંટણી સમયે ઠાકોર – પાટીદાર સહિતના સમાજના આંદોલનથી રાજકીયપક્ષ માટે કેન્દ્રસ્થાને રહ્યાં. તો આ વર્ષે આંદોલન નથી , તેનો લાભ ભાજપને થશે એવું લાગે છે. ગુજરાતમાં આપ , એઆઇએમઆઇએમ અને બીટીપી એ ત્રીજા રાજકીયપક્ષ તરીકે ચૂંટણીજંગમાં ઝૂકાવવા નિર્ણય કર્યો છે.પરંતુ આ રાજકીયપક્ષના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે.લોકો આ રાજકીયપક્ષને મતદારો કેટલાં સ્વીકારે છે તે જોવું રહેશે. તો આર્થિક ખર્ચ તરીકે જોઇએ તો વર્ષ-2015માં મતદાન દીઠ 20 હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મતદાનદીઠ 25 હજાર ખર્ચ થવાની સંભાવના છે. આ સંજોગોમાં હવે ચૂંટણી પંચના નિર્ણય પર સૌની નજહ રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…