સાવધાન! / પૂરતી ઉંઘ ન લેવી આરોગ્ય માટે બની શકે છે જોખમી

ઘણા એવા પણ છે કે જે કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાની સેહત વિશે વિચારવાનો સમય પણ હોતો નથી. ત્યારે ઘણા મોબાઈલમાં ગેમ રમતા પૂરતી ઊંઘ લેતા નથી.

કોરોનાકાળમાં લોકો સૌથી વધુ સમય આરામ કરતા વિતાવ્યો છે. આજે દુનિયાભરનાં લોકો પોતાની સેહતને લઇને સજાગ બન્યા છે. પરંતુ ઘણા લોકો આજે પણ આળસનાં કારણે સેહત પર પૂરતુ ધ્યાન આપતા નથી. ઘણા એવા પણ છે કે જે કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાની સેહત વિશે વિચારવાનો સમય પણ હોતો નથી. ત્યારે ઘણા મોબાઈલમાં ગેમ રમતા પૂરતી ઊંઘ લેતા નથી. આપને જણાવી દઇએ કે, ઓછી ઊંઘની આરોગ્ય પર સીધી અસર થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની બાબત સપાટીએ આવી છે.

આ પણ વાંચો – World Suicide Prevention Day 2021 / તણાવ અને ખરાબ વિચારોમાંથી મુક્ત થવા આટલું કરવું જોઈએ

રાત્રે મોડેથી ઊંઘી જતા લોકો અને વહેલી સવારે ઉઠી જતા લોકોનાં આરોગ્ય પર પણ પ્રતિકુળ અસર થાય છે. તબીબોએ કહ્યું છે કે પૂરતી ઊંઘ નહી મેળવનાર લોકોને ઘણી બિમારી થાય છે. જેમાં હાર્ટ સાથે સંબંધિત બિમારીનો સમાવેશ થાય છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ મેળવનાર લોકો પર હાર્ટ સાથે સંબંધિત રોગનાં કારણે મૃત્યુ પામવાનો ખતરો ૪૮ ટકા સુધી વધી જાય છે. આ બાબત મુંબઇમાં રહેતા લોકો માટે પણ તેટલી જ લાગુ પડે છે.

આ પણ વાંચો – Ganesh chturthi special / ઘરે જ બનાવો આ રીતે મોતીચૂરના લાડુ, ધરાવો ગણેશજીને તમારા હાથે જ બનાવીને….

તબીબોએ કહ્યું છે કે કાર્ડિયોલોજિસ્ટ બ્રાયન પિન્ટોએ તેમના મિત્રનાં ૪૩ વર્ષનાં પુત્રનાં મોતની વિગત આપતા કહ્યું છે કે રોડ પર જોગિંગ કરતી વેળા તે પડી ગયો હતો. કામનાં કલાકોને વધારવાનાં હેતુસર યુવા પેઢીનાં લોકો પૂરતી ઉંઘ મેળવી શકતા નહી. આવા યુવા વર્ગનાં લોકોમાં હાર્ટ સાથે સંબંધિત રોગનો ખતરો વધારે રહે છે. પિન્ટોએ કહ્યું છે કે સાત કલાકની ઉંઘ વગર કોઇ પણ કામગારી લાંબાગાળે નુકસાન કરે છે. કાર્ડિયોલોજિસ્ટ એ.બી. મહેતાએ કહ્યું છે કે હાર્ટ એટેક સાથે હોસ્પિટલ ઇમરજન્સી રૂમમાં પહોંચી ગયેલા ૬૦ ટકાથી વધારે દર્દીને તેમને હાર્ટ રોગ થશે તેવી ગણતરી પણ ન હતી. મોટા ભાગનાં કેસોમાં વધારે પડતી શારીરિક કસરત અને ઓછી ઊંઘ પણ હાર્ટ સાથે સંબંધિત રોંગ માટે જવાબદાર છે. યુનિવર્સિટી ઓફ વાર્કવિકે અભ્યાસમાં કહ્યું છે કે અમેરિકા, બ્રિટન, અને જાપાન સહિત આઠ દેશોમાં આ સમીકરણ લાગુ પડે છે. અભ્યાસ મુજબ રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ ખતરનાક સાબિત થઇ શકે છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment