Today Special/ વનનો વિનાશ એક ગંભીર વૈશ્વિક સમસ્યા…21 માર્ચના રોજ ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’ની ઉજવણી…

જંગલના અસ્તિત્વના આ મહત્વને યાદ અપાવવા માટે દર વર્ષે 21 માર્ચે ઉજવવામાં આવે છે ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’ (International Day of Forests)…

Trending Lifestyle
International Day of Forests, જળવાયુ પરિવર્તન, ગુજરાત, વનનો નાશ, 21 માર્ચ

Today Special: વિશ્વના લગભગ 31 ટકા જમીન વિસ્તાર પર વન વિસ્તાર છે. વન લાખો જીવસૃષ્ટિઓનું ઘર છે. આજે 21 માર્ચના રોજ વિશ્વભરમાં ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’ (International Day of Forests, 21 March) ઉજવવામાં આવે છે.

વન એટલે માત્ર વૃક્ષોનો સમૂહ નથી પરંતુ, પૃથ્વીના જીવનનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વન આપણને ઓક્સિજન, શુદ્ધ હવા આપે છે. તે જળસ્ત્રોતોના સંરક્ષણ અને હજારો જીવસૃષ્ટિઓ માટેનું નિવાસસ્થાન પણ છે. વન અર્થાત્ અરણયનું મહત્વ સમજાવવા અને તેના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે.

International Day of Forests, જળવાયુ પરિવર્તન, ગુજરાત, વનનો નાશ, 21 માર્ચ

‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’ (International Day of Forests)નો ઉદ્દેશ્ય

વિશ્વના લગભગ 31 ટકા જમીન વિસ્તાર પર વન વિસ્તાર છે. વન લાખો જીવસૃષ્ટિઓનું ઘર છે, કાર્બન ડાયોક્સાઇડ શોષીને હવામાન સંતુલિત રાખે છે, જમીન અને પાણીના સંરક્ષણમાં મદદ કરે છે અને કરોડો લોકો માટે રોજગાર અને જીવનનિર્વાહનું સાધન છે.

આ દિવસ મનાવવાના મુખ્ય બે હેતુ છે.

1. જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવી

2. વન સંવર્ધનના વૈશ્વિક પ્રયાસોને પ્રોત્સાહન આપવું

ગાઢ જંગલ વચ્ચે સૂર્યપ્રકાશ (Sunlight) વૃક્ષોની મધ્યમાંથી જમીન પર પડે છે. પંખીઓનો કલરવ અને પવનના સૂસવાટા કુદરતના સંગીત જેવી લાગણીનો અનુભવ આપે છે. વનસૃષ્ટિ (Forests) કેવળ પ્રકૃતિની સુંદરતા નહિં પરંતુ પૃથ્વી પરનું જીવન ટકાવી રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જંગલના અસ્તિત્વના આ મહત્વને યાદ અપાવવા માટે દર વર્ષે 21 માર્ચે ઉજવવામાં આવે છે ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’…

પરંતુ, છેલ્લા કેટલાક દાયકાઓમાં વનનો વિનાશ એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહી છે.

International Day of Forests, જળવાયુ પરિવર્તન, ગુજરાત, વનનો નાશ, 21 માર્ચ

‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’નો ઇતિહાસ

વર્ષ 2012 માં યુએન જનરલ એસેમ્બ્લીએ 21 માર્ચને ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’ તરીકે મનાવવાની ઘોષણા કરી હતી. સૌપ્રથમ વખત એ વર્ષ 2013 માં મનાવવામાં આવ્યો હતો.

યુએન ખાદ્ય અને કૃષિ સંગઠન (UN Food and Agriculture Organization) તથા સંયુક્ત રાષ્ટ્રના સંયુક્ત ઉપક્રમે આ દિવસ મનાવવામાં આવે છે.

International Day of Forests, જળવાયુ પરિવર્તન, ગુજરાત, વનનો નાશ, 21 માર્ચ

જંગલોનું મહત્વ

જંગલો આપણી પર્યાવરણ, અર્થતંત્ર અને જળવાયુ સંતુલન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વન કેવળ જૈવ વૈવિધ્ય અને માનવ જીવન જ નહિં પરંતુ, આપણી પૃથ્વીની આબોહવાનું રક્ષણ કરવામાં પણ અત્યંત ચાવીરુપ ભૂમિકા ભજવે છે.

International Day of Forests, જળવાયુ પરિવર્તન, ગુજરાત, વનનો નાશ, 21 માર્ચ

ભારતની સ્થિતિ શું છે?

ભારત (India) માટે પણ વન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં કુલ જમીન વિસ્તારનો લગભગ 24 ટકા ભાગ વનોથી આવરી લેવાયેલો છે.

દેશમાં જંગલી જીવસૃષ્ટિનું સંરક્ષણ, વન સંરક્ષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમો દ્વારા વન વિસ્તાર વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

International Day of Forests, જળવાયુ પરિવર્તન, ગુજરાત, વનનો નાશ, 21 માર્ચ

ગુજરાત (Gujarat) સહિત દેશના ઘણા રાજ્યોમાં દર વર્ષે લાખો વૃક્ષો (Trees) વાવવામાં આવે છે. પરંતુ વન માટે પડકારો હજુ પણ મોટા છે. ઝડપથી વધતું શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ, ગેરકાયદેસર વૃક્ષ નિકંદન અને જળવાયુ પરિવર્તન (Urbanization, Industrial development, Illegal logging and Climate change) આ બધું વન પર અસર કરે છે.

International Day of Forests, જળવાયુ પરિવર્તન, ગુજરાત, વનનો નાશ, 21 માર્ચ

વનનો વિનાશ માનવજીવન માટે પ્રતિકૂળ

નિષ્ણાતો કહે છે કે, જો વનનો નાશ ચાલુ રહેશે તો તે પર્યાવરણ અને માનવ જીવન માટે ગંભીર પરિણામો લાવી શકે છે.

પર્યાવરણ નિષ્ણાતો કહે છે કે, વનનું સંરક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે.

જો લોકો વધુ વૃક્ષો વાવે અને કુદરતી સંસાધનોનો સમજદારીથી ઉપયોગ કરે તો વન અને પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય છે.

એક બાબત અત્યંત ગંભીર છે કે જંગલોનું આડેધડ નિકંદન કરવાથી અને ભૌતિક સુખસુવિધા માટે પ્રકૃતિ સાથે રમત કરવાથી આપણે આપણા બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મૂકી રહ્યાં છીએ.

આવનારી પેઢી માટે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાની સરકાર જ નહિં પણ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.

International Day of Forests, જળવાયુ પરિવર્તન, ગુજરાત, વનનો નાશ, 21 માર્ચ

‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’નો સંદેશ

‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’નો સંદેશ પણ એ જ છે, વન બચાવવું એટલે આપણી પૃથ્વી અને ભવિષ્ય બચાવવું.

વન આપણા ગ્રહ માટે જીવનદાતા સમાન છે. હવા, પાણી અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં વનનું યોગદાન અમુલ્ય છે. ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ’ આપણે યાદ અપાવે છે કે, જો વન સુરક્ષિત રહેશે તો જ પૃથ્વીનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.


આ પણ વાંચો: બાળકની ભાષા, કલ્પનાશક્તિ અને વિચારોની શક્તિના વિકાસ અંગેની જાગૃતિ…આજે ‘આંતરરાષ્ટ્રીય રીડ ટૂ મી’ દિવસ…

આ પણ વાંચો: આજે રિસાયકલ કરો…આગામી પેઢીનું ભવિષ્ય બચાવો…આજે 18 માર્ચે ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ની વૈશ્વિક ઉજવણી..!

આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…