Not Set/ OBCના જાતીય રાજકારણ માટે કેન્દ્ર અને વિપક્ષ થયા ‘એક’

આ બિલ પસાર થવાથી હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે રાજ્ય તેના અનુસાર જાતિઓને સૂચિત કરી શકે. સંસદમાં બંધારણના આર્ટિકલ 342-A અને 366 (26) C ના સુધારાને મંજૂરી મળ્યા બાદ રાજ્યોને આ અધિકાર મળ્યો છે

Top Stories India

કેન્દ્ર સરકાર દ્વારા બંધારણ સુધારો બિલ 2021 રજૂ કરવામાં આવ્યું, જેને કારણે રાજ્યોને ઓબીસી લિસ્ટ તૈયાર કરવાની અલગ સત્તા મળશે. હવે આ બિલના માધ્યમથી રાજ્ય સરકારો ઓબીસીની યાદી પોતાની રીતે તૈયાર કરી શકશે. એક તરફ જ્યાં પેગાસસ મુદ્દે સતત વિપક્ષ સરકારને ઘેરી રહ્યું હતું ત્યાં ઓબીસી ખાતર વિપક્ષે બિલનું સમર્થન કર્યું હતું.

ખુદ વિપક્ષે કેન્દ્ર સરકારને આપ્યું સમર્થન
બંધારણ સુધારો બિલ 2021 લોકસભામાંથી પસાર

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે લોકસભામાં ઓબીસી સમૂદાયને અનામત આપતું બીલ રજૂ કર્યું હતું જે સર્વસંમતિથી પસાર થઈ ગયું હતું. વિપક્ષોએ પણ આ બીલને પૂરતો ટેકો આપતા સરકારનું કામ સરળ બન્યું હતું. હકીકતમાં, રાજ્ય સરકારો પોતે OBC ની યાદી નક્કી કરે છે. જ્યારે કેન્દ્રીય સેવાઓ માટે, કેન્દ્ર અલગથી કરે છે. કોર્ટે 5 મેના બહુમતી આધારિત નિર્ણયની સમીક્ષા કરવાની કેન્દ્રની અરજી ફગાવી દીધી હતી, જેમાં 102 મો બંધારણીય સુધારો નોકરીઓ અને પ્રવેશમાં ફરક લાવશે.

આ બિલથી રાજ્યોને શું થશે ફાયદો ?

આ બિલ પસાર થવાથી હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે રાજ્ય તેના અનુસાર જાતિઓને સૂચિત કરી શકે. સંસદમાં બંધારણના આર્ટિકલ 342-A અને 366 (26) C ના સુધારાને મંજૂરી મળ્યા બાદ રાજ્યોને આ અધિકાર મળ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાની તક મળી શકે છે.

આણંદ / ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, આસપાસની દુકાનો બળીને ખાખ

સુપ્રીમ કોર્ટે મે મહિનામાં જ બિલ પર મૂક્યો હતો પ્રતિબંધ
હવે બિલ પાસ થવાથી રાજ્યોને અધિકાર મળશે

સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં કેન્દ્ર સરકારને જ ઓબીસીનું લિસ્ટ બનાવવાનો અધિકાર આપ્યો હતો. જો કે કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયને સરકારના સંવિધાન સંશોધનની મદદથી બદલવામાં આવી રહ્યો છે. સંસદથી સંવિધાનના અનુચ્છેદ 342-એ અને 366 (26)- સીના સંશોધન પર મહોર લગાવ્યા બાદ રાજ્યોની પાસે ફરીથી ઓબીસી લિસ્ટમાં જાતિને અધિસૂચિત કરવાનો અધિકાર રહેશે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને કેન્દ્રની અરજીને નકારી હતી. તેમાં સરકારે કોર્ટને ફરીથી વિચાર કરવા પણ અનુરોધ કર્યો હતો.

Politics / મારી લોકપ્રિયતા જોયા બાદ જ PMનરેન્દ્ર મોદીએ ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો : તેજપ્રતાપ

ભારત માટે આઘાત / યુકેની કોર્ટે નીરવ મોદીને પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની મંજૂરી આપી

બોન્ડેડ તબીબો / રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ