રાજય માં દિવસે ને દિવસે આગ ના બનાવો વધતા જોવા મળી રહ્યા છે ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે મોડી સાંજે કંપનીના વેસલમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો :ઓગસ્ટનાં પહેલા જ દિવસે નાગરિકો પર વધુ એક મોંઘવારીનો માર, LPG સિલિન્ડરનાં ભાવ વધ્યાં
આ અંગે મળતી માહિતી પ્રમાણે, દહેજ જીઆઈડીસીમાં આવેલી એસઆરએફ કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું. આ સમયે ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો :એશિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર
થોડા સમય પહેલા ભરૂચના ઝગડીયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ-5ના પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. આ ધમાકાની ઝપેટમાં 24 લોકો ઘાયલ થયા હતા. કંપનીમાં ધમાકા પછી લાગેલી આગમાં 24 કર્મચારીઓને ઇજા થઇ હતી. તેમને ભરૂચ, સુરત અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
