ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમની પુત્રી આરાધ્યા વિશે ખૂબ પ્રોટેક્ટિવ છે. જ્યારે પણ બંને કોઈ ઇવેન્ટ અથવા પાર્ટીમાં જાય છે, ત્યારે તેમની પુત્રી સાથે જાય છે. તેઓ કોઈ પણ સમસ્યા ન આવે તે માટે પ્રયત્ન કરે છે, પરંતુ કેટલાક યૂઝર્સ આ રીતે તેમનું પ્રોટેક્શન કરવાનું પસંદ કરતા નથી. ખરેખર, કંઈક એવું બન્યું કે અભિષેક અને ઐશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર સ્પોટ થયા.

આ સમય દરમિયાન ઐશ્વર્યાએ હંમેશાની જેમ પુત્રી આરાધ્યાનો હાથ પકડતી જોવા મળી હતી અને તેમને સાથે લઈ જઇ રહી હતી. અભિષેક બંનેની પાછળ ચાલી રહ્યો હતો. આ ફોટાઓ જોયા પછી યૂઝર્સ એવી કમેન્ટ કરી રહ્યા છે કે આખરે ક્યા સુધી ઐશ્વર્યા, આરાધ્યાનો હાથ પકડીને ચાલતી રહેશે. કોઇએ ટિપ્પણી કરી ઐશ્વર્યાએ હવે તેની પુત્રી વિશે વધુ પ્રોટેક્ટીવ ન હોવું જોઈએ. તો કોઈએ લખ્યું કે, આરાધ્યા પહેલા નબળી હતી, પરંતુ હવે તેનું વજન થોડું વધ્યું છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આરાધ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયો હતો જેમાં તે ભજન ગાઇ રહી હતી. આરાધ્યાનો તે વીડિયો જોયા પછી ચાહકો ખૂબ પ્રભાવિત થયા હતા.
યૂઝરની આ ટ્વિટ વાંચ્યા પછી અભિષેકે જવાબ આપ્યો હતો, જ્યાં સુધી મને ખબર છે, મોટાભાગની શાળાઓ વીકએન્ડ પર બંધ હોય છે અને આરાધ્યા અઠવાડિયાના દિવસોમાં શાળાએ જાય છે.
