ધમકી/ PM મોદીને મારી નાખવાની ધમકી આપનાર શખ્સની પોલીસે કરી ધરપકડ, પહેલા પણ કરી ચુક્યો છે આવુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાત્રે સલમાન નામનાં વ્યક્તિએ પોલીસને ફોન કર્યો હતો અને વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Top Stories Trending

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાત્રે સલમાન નામનાં વ્યક્તિએ પોલીસને ફોન કર્યો હતો અને વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

RBI ગવર્નર / વ્યાજ દરોમાં નથી થયો કોઇ ફેરફાર, રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% જ રહેશે

ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ સલમાન કહેવામાં આવી રહ્યું છે. આરોપીની દિલ્હીનાં ખજુરી ખાસ પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી જેલની બહાર જામીન પર બહાર આવ્યો છે. આ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીએ પોલીસને ફોન કરીને વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દિલ્હી પોલીસનાં વરિષ્ઠ અધિકારીઓ આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસને જાણ થઈ છે કે તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તે જામીન પર જેલની બહાર આવ્યો છે. આરોપીએ પ્રારંભિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, જેલ જવા માટે ફોન કર્યો હતો. દિલ્હી પોલીસ આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછમાં વ્યસ્ત છે.

ત્રીજી લહેરની દસ્તક..! / બે રાજ્યોમાં 90 હજાર બાળકો કોરોનાથી પ્રભાવિત, સમગ્ર દેશમાં કેટલા ? : સર્વેના ચોંકાવનારા આંકડાઓ

આ પહેલા પણ વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નવેમ્બર 2020 માં પણ દિલ્હી પોલીસને ફોન આવ્યો હતો. ફોન કરનારે પોલીસને કહ્યું હતું કે તે વડા પ્રધાનની હત્યા કરશે. ફોન આવતાની સાથે જ દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસને કહ્યું હતું કે તેણે દારૂ પીધેલી હાલતમાં આ મૂર્ખ કૃત્ય કર્યુ હતું. અને તેણે નશો કરતા પોલીસને બોલાવી હતી. ઓગસ્ટ 2020 માં નોઈડા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીઓએ ડાયલ 100 પર ફોન કરીને વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તાત્કાલિક યુવકનો કોલ ટ્રેસ કર્યો હતો અને તેની નોઈડાનાં મમુરાથી ધરપકડ કરી હતી. આ યુવકે નશાની હાલતમાં પોલીસને ફોન કરીને વડા પ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના માટે યુવકને જોરદાર માર પણ મારવામાં આવ્યો હતો.