IAS/ પોસ્ટ એક અને મુરતિયાઓ પાંચ, કોના શિરે મુકાશે ગુજરાત IASનો તાજ

રાજ્ય સહિત દેશભરમાંથી લાખો ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને રોજગારી પ્રાપ્ત કરતા હોય છે. સમાજના ઉચ્ચ શિક્ષિત વર્ગમાં

Top Stories Gujarat Others Mantavya Vishesh
gujarat

મંતવ્ય ન્યૂઝ-રાજકોટ @ ભાવિની વસાણી

રાજ્ય સહિત દેશભરમાંથી લાખો ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને રોજગારી પ્રાપ્ત કરતા હોય છે. સમાજના ઉચ્ચ શિક્ષિત વર્ગમાં સરકારી નોકરી અને તેમાં પણ ઉચ્ચ હોદાનું મહત્વ વધારે જોવા મળે છે. જેમાંથી IAS અને IPS જેવા મહત્વના સ્થાન પર પહોંચવાનું સ્વપ્ન તો ઘણા લોકોનું હોય છે. પરંતુ જાત મહેનત અને સખત પરિશ્રમ દ્વારા જૂજ હિરલાઓ IAS કે IPS ઓફિસરના સ્થાન સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં ખાલી પડેલી IASની જગ્યા માટે આવું જ કંઈક બન્યું છે, તેમજ કન્યા એક અને મુરતિયાઓ અનેક જેવી સ્થિતિ ઊભી થઈ છે.

gujrat
selction

 

addressed / પૂર્વ વડાપ્રધાનનાં જન્મદિવસ પર PM મોદી UP નાં ખેડૂતો સાથે કર…

વાત જાણે એમ છે કે ગુજરાતમાં હાલમાં lAS ઓફિસરની એક પોસ્ટ ખાલી પડી હતી, તેના માટે 170 જણાએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 5 જણા મૌખિક ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયા છે. આ 5 ઉમેદવારોમાં કૈલાસ કુમાર બ્રહ્મક્ષત્રિય, કમલ શુક્લા, ધીરેન કુમાર વ્યાસ, ચેતન પરમાર અને મનુભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ પાંચેય જણાને આગામી 24 તારીખે UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)નું મૌખિક ઇન્ટરવ્યૂ આપવા માટે તેડું આવ્યું છે. હવે આ 5માંથી કોણ પોતાનું હીર ઝલકવી શકશે. હવે જોવાનું એ રહે છે કે કોણ નસીબદાર મૂરતિયો બનશે કે જેના શિરે આ IAS ઓફિસરનો તાજ પહેરાવાશે. આ બાબત પર સમગ્ર IAS અને IPS સહિત તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની નજર રહેતી હોય છે. માટે આ મુદ્દો હાલ ગુજરાતમાં અધિકારી વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ગુજરાતમાં IAS કોણ બનશે ?

gujarat
selected

 

#CoronaUpdate / દેશમાં ઘટી રહ્યા છે કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

એ જાણવું જરૂરી છે કે ગુજરાતમાં 300 માંથી 200 IAS ઓફિસરની સીધી ભરતી માટે પસંદગી કરવામાં આવતી હોય છે. જેમાં 100 માંથી 84 માટે ડેપ્યુટી કલેક્ટર માટે પદોની ફાળવણી કરવાની હોય છે. તેમજ ડેપ્યુટી કલેકટર સિવાયની 14 પોસ્ટ પર સચિવાલયની વિવિધ વિંગમાં કાર્યરત એન્જિનિયર, ડોક્ટર, પાણી પુરવઠા વગેરે વિભાગોના કર્મચારીઓ પરીક્ષા આપીને પાસ થતા હોય છે. તેની વચ્ચે ગુજરાતમાં આ 5 જણાને UPSCનું મૌખિક ઇન્ટરવ્યૂ તેડું આવ્યું છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ઘટના ગણી શકાય. આ માટે આ પાંચેય ઉમેદવારોને રાજ્યભરના અધિકારીગણ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Covid19 / ઇટાલીમાં નવા વર્ષમાં થઈ શકે છે લોકડાઉન, હરવા ફરવા પર રહેશે પ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…