કોરોના મહામારીના કાળ દરમિયાન લોકડાઉનના વિવિધ તબક્કાઓ બાદ લગભગ અગિયાર મહિના જેટલા લાંબા સમયના અંતે હવે સરકાર દ્વારા તબક્કાવાર શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે. ત્યારે પહેલા તબક્કામાં ધોરણ-10 અને 12ની શાળાઓ તેમજ કોલેજો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ બીજા તબક્કામાં સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે તેમજ ટ્યુશન ક્લાસ શરૂ કરવા માટેની મંજૂરી આપવામા આવી છે. પ્રાથમીક ધોરણના વર્ગો ને પરવાનગી અપવામાં આવી નથી. તેમ છતાં પણ ભાવનગર જીલ્લામાં શાળામાં પ્રાથમીક વર્ગો ચાલુ કર્યા હોવાના કિસ્સા સામે મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ જયારે મંતવ્ય ટીમ ભાવનગર જિલ્લાના મહુવા ખાતે પહોંચી તો ત્યાં મહુવા પાલિકા શાળા નંબર 5 માં ધોરણ 1 થી 8 ના વર્ગો શરૂ કરેલા જોવા મળી આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં વિદ્યાર્થીઓ સફાઇ કરતાં જોવા મળી આવ્યા હતા. સાથે શાળાના વર્ગોમાંથી ગંજીફાના પાના પણ જોવા મળ્યા હતા. શિક્ષકો બેસી ને ગપ્પાં મારતા જોવા મળી રહ્યા હતા મહુવાની પાલિકા શાળામાં સરકારની ગાઈડ લાઇન નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર તેની સામે કાયદાકીય પગલાં લે છે કે નહીં તે જોવાનું રહ્યું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
