અમદાવાદ/ 5 રૂપિયાનો સિક્કો ATMમાં નાખો અને તમને ચા, કોફી કે ટોમેટો સુપ મળશે,આ જગ્યાએ……

આ સેવાનો લાભ 24 કલાક મળે છે. આ ઉપરાંત અગાઉ પીવાના પાણીના ATM પણ રાખ્યા છે. જેથી લોકો પીવાના પાણી માટે મિનરલ વોટરના કેરબા પણ અહીંથી ભરીને જઈ શકે છે.

Ahmedabad Gujarat

  તમે   મિનરલ વોટરના ATM  જોયા  હશે .પણ શું   ચા, કોફી ના ATM તમે ક્યાય જોયા છે? ત્યારે અમદાવાદ માં આ કોન્સેપટ જોવા મળી રહ્યો છે  . અમદાવાદમાં આવેલું એક એવું ATM કે જ્યાં મળે છે ચા, કોફી કે ટોમેટો સુપ  જેનો સ્વાદ તમને મળશે માત્ર 5 રૂપિયામાં. અમદાવાદના  નારણપુરાના યુવાને મેક ઇન ઇન્ડિયા કોન્સેપટ અંતર્ગત આ ATM નારણપુરા વિસ્તારમાં મુકવામાં આવ્યું છે. જેમાં  રોજ 200થી 300 લોકો ચા, કોફી કે સુપના સ્વાદની મજા માણી શકે છે. આ તદન અલગ કોન્સેપટ લોકોમાં ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે.

આ પણ વાંચો ;મુનામાં પ્રદુષણનો કહેર / યમુનાના હાલ થયા બેહાલ, નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજા મનાવવા મજબૂર

આ ATM છે ચા, કોફી અને ટોમેટો સુપનું. માત્ર 5 રૂપિયાનો સિક્કો નાખીને લોકો ચા, કોફી અને ટોમેટો સુપ પી શકે છે. આ સેવાનો લાભ 24 કલાક મળે છે. આ ઉપરાંત અગાઉ પીવાના પાણીના ATM પણ રાખ્યા છે. જેથી લોકો પીવાના પાણી માટે મિનરલ વોટરના કેરબા પણ અહીંથી ભરીને જઈ શકે છે. લોકો આ પાણીના ATMનો પણ લાભ પણ લઇ રહ્યા છે.

આ પણ વાંચો ;અમરેલી / ધારી ગીર વિસ્તારમાં ગુજરાત-સૌરાષ્ટ્રભરમાંથી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી

 રાજય માં લોકડાઉન દરમિયાન ચાની કિટલી બંધ રહેતી હતી અને કશું પણ માર્કેટમાં મળતું ન હતું. ત્યારે  આવા ATM દ્વારા લોકોને ચા, કોફી મળી શકે તેવું વિચાર્યું છે. બીજુ કે ATM છે એટલે અન્ય કોઈ ગંદકી આસપાસ થવાની નથી. ATMની બાજુ માંથી કપ લઈ કોઈને અડયા વગર અનટચ તમામ વસ્તુ મળી રહે છે.

આ પણ વાંચો ;હુમલો / ફ્રાન્સમાં આતંકવાદી હુમલો થતાં 3 પોલીસકર્મીઓ ઘાયલ,જવાબી ગોળીબારમાં આતંકી ગંભીર ઇજાગ્રસ્ત