Political/ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલા મામલે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

. આજે રાજ્યની રાજનીતિમાં અલગ-અલગ સ્થળે વિરોધ પ્રદર્શનથી લઇ પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણના મામલા સામે આવ્યા છે

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આજનો દિવસ રાજ્ય માટે રાજનીતિની દ્રષ્ટીએ ખુબ જ ગરમ રહ્યો છે. આજે રાજ્યની રાજનીતિમાં અલગ-અલગ સ્થળે વિરોધ પ્રદર્શનથી લઇ પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણના મામલા સામે આવ્યા છે ત્યારે નવસારીના ખેરગામ તાલુકામાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો છે જેમા તેઓને આંખના ભાગે ઇજા થઇ છે. આ હુમલા બાદ અનંત પટેલની આંખમાંથી લોહી નીકળ્યું હતું.આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. ગુજરાતમાં ‘પાર-તાપી રિવર લિન્ક પ્રોજેક્ટ’ સામે આદિવાસી સમાજ માટે લડત ચલાવનાર અમારા ધારાસભ્ય અનંત પટેલ જી પર ભાજપ દ્વારા કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. આ ભાજપ સરકારનો ગુસ્સો છે. કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર આદિવાસીઓના હક્કની લડાઈ માટે છેલ્લા શ્વાસ સુધી લડશે.

ઉલ્લેથનીય છે કે નવસારીમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામ બજાર પાસેથી પસાર થતી વખતે હુમલો કરાયો હતો. અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમ્યાન આ ઘટના બની છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને રીન્કુ નામના ભાજપના કાર્યકર દ્વારા હુમલો કર્યાની શંકા સેવાઇ રહી છે. ત્યાં જ ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ અને ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા.