આપનો દેશ ભલે વિકસિત જોવા મળે છે. પણ હજુ પણ અમુક જગ્યાએ રૂઢીચુસ્તા હજુ યથાવત જ જોવા મળી રહી છે . લોકો હજુ પણ અંધશ્રદ્ધા માં મનાતા જોવા મળી રહ્યા છે . તેમજ 21મી સદીમાં પણ હજુ ઘણા લોકો કુરીવાજો સાથે જોડાયેલા છે જેનો પરચો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો છે. પહેલાની પરંપરા અનુસાર બાળ લગ્ન કરાવી રહેલા ચાર કિસ્સાઓમાં તંત્રએ ઝંપલાવીને બાળ લગ્નને અટકાવ્યા હતા.જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક વિભાગ અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ચાર બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો ;ગુજરાત / PM મોદીનાં ત્રણ કૃષિ કાયદા પરત લેવાના નિર્ણય પર જાણો શું કહે છે રાજ્યનાં Politician
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામે ભાવેશભાઇ પાંચાભાઇ ખીજડીયાની સોળ વર્ષની પુત્રી ચેના તથા 14 વર્ષની પુત્રી મિરલના લગ્નો ર1 નવેમ્બરે યોજાવાના હતા. જેને બાળ લગ્ન અટકાયત અધિનિયમ અન્વયે અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ત્રણ જગ્યાઓએ પણ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે.રાજકોટના ગોંડલ રોડ પર બરકતીનગર ખાતે થઇ રહેલા લગ્નમાં જાન બાબરાથી આવી હતી અને ત્યાં લગ્નમાં ચકાસણી કરતા કન્યા અને વરરાજા બન્નેની ઉંમર 17 વર્ષની હોવાથી લગ્ન અટકાવાયા હતાં અને વર-કન્યાને કચેરીએ લાવી તાલુકા પોલીસનો સંપર્ક કરી તેના વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો ;ગુજરાત / LRD ભરતીની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખથી કોલ લેટર કરી શકશો ડાઉનલોડ
