Political/ મોદી સરકારમાં સુધારા એટલે ચોરી : રાહુલ ગાંધી

ખેડૂતોનાં આંદોલન વચ્ચે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નીતિ આયોગનાં સીઈઓ અમિતાભ કાંતનાં નિવેદન બાદ મોદી સરકારનાં સુધારા પર કડક હુમલો કર્યો છે. જણાવી દઇએ કે, અમિતાભ કાંતે કહ્યું હતું કે, ભારતમાં મોટા સુધારા કરવાનું મુશ્કેલ છે કારણ કે અહીં બહુ વધારે […]

Top Stories India

ખેડૂતોનાં આંદોલન વચ્ચે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નીતિ આયોગનાં સીઈઓ અમિતાભ કાંતનાં નિવેદન બાદ મોદી સરકારનાં સુધારા પર કડક હુમલો કર્યો છે. જણાવી દઇએ કે, અમિતાભ કાંતે કહ્યું હતું કે, ભારતમાં મોટા સુધારા કરવાનું મુશ્કેલ છે કારણ કે અહીં બહુ વધારે લોકશાહી છે. જે બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારમાં સુધારા એટલે ચોરી. આ કારણ છે કે આ લોકો લોકશાહીથી સ્વતંત્રતા ઇચ્છે છે.

આપને જણાવી દઇએ કે, મંગળવારે એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે અમિતાભ કાંતે કહ્યું હતું કે, ભારતીય સંદર્ભમાં મોટા અને સખત સુધારાઓ કરવા ખૂબ મુશ્કેલ છે કારણ કે અહીં બહુ વધારે લોકશાહી છે. તમારે આ પ્રકારનાં સુધારણા માટે, રાજકીય ઉદ્દેશની જરૂર હોય છે, ખાણકામ, કોયલા, મજૂર, કૃષિમાં ખૂબ સુધારાની જરૂર છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બનાવેલા ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને સરકાર આ નિર્ણય પર અડગ છે ત્યારે આ ખેડૂતો નવા કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી છે, જેમાં સરકારી મંડળીઓની બહાર ખરીદી, કરારની ખેતીને મંજૂરી આપવી અને ઘણા અનાજ અને કઠોળનો સ્ટોક મર્યાદા સમાપ્ત કરવા સહિતની ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતો આ નવા કાયદાને સ્વીકારવાની તૈયાર નથી, તેઓ આ કાયદાઓને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. એટલા માટે છેલ્લા 14 દિવસથી દિલ્હી અને હરિયાણાને જોડતી સિંધુ સરહદ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ પછી, ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે અનેક તબક્કાની વાટાઘાટો પણ થઈ છે, પરંતુ હજી સુધી કોઈ પરિણામ મળ્યું નથી.

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો