Relief Ambaji Padyatri: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી ચાલતા પદયાત્રિકો અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી તરફના રસ્તાઓ ફોરલેન બનતા પદયાત્રિકોને મોટી રાહત મળી છે અને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા 120 કરોડના ખર્ચથી તૈયાર કરાયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.
યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી રાહત મળી છે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામાં આવતા હતા. જે હવે અંબાજીથી ત્રણ કિલોમીટર પહેલાં ગેટ પાસેના ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ઐતિહાસિક નિર્ણય લઇ ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લખનીય છે કે, અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. અમદાવાદથી અંબાજી, ડીસા- પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યા છે. ડીસાથી પદયાત્રા કરીને પરિવાર સાથે અંબાજી દર્શનાર્થે આવેલા નેહા પ્રજાપતિએ રસ્તાઓ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું મારા ફેમીલી સાથે મા અંબાના દર્શન કરવા પગપાળા ચાલીને આવી છું. હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. ફોરલેન રસ્તાઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળતી થઇ છે.
બોરસદથી પદયાત્રા કરીને આવેલા સંજયભાઇએ જણાવ્યું કે, અમે છેલ્લા 14 વર્ષથી પદયાત્રા કરીને અંબાજી મેળામાં આવીએ છીએ. આ વર્ષે મેળામાં ખુબ સરસ વ્યવસ્થા છે. પહેલાં સિંગલ રોડ હતા એટલે ચાલવા તકલીફ પડતી હતી, હવે ફોરલેન રસ્તાઓ બનવાથી ખુબ સરસ વ્યવસ્થા ઉભી થઇ છે એ બદલ સરકારનો આભાર માનું છું.
આ પણ વાંચો: અમદાવાદ છોકરીઓ અસુરક્ષિત / ગોદરેજ ગાર્ડન સિટીમાં કિશોરી સાથે લિફ્ટમાં 65 વર્ષના વૃદ્ધે કરી છેડતી, CCTV આવ્યા સામે
આ પણ વાંચો: HEROIN / BSFએ પંજાબના ફાઝિલ્કા ગામમાંથી 38 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું
આ પણ વાંચો: lection / ચૂંટણી પ્રચાર માટે ભાજપના પાંચ રાજ્યોના કાર્યકરોના ગુજરાતમાં ધામા
