Seva Bharti Organization/ RSSએ લીધી નવી જવાબદારી, વેશ્યાવૃત્તિમાં ફસાયેલી મહિલાઓના બાળકોને લીધા દત્તક

આરએસએસની ભારતી સેવા સંગઠને એક સારું પગલું ભર્યું છે. જે અંતર્ગત વેશ્યાવૃત્તિ કરતી મહિલાઓના બાળકોને આશરો મળશે.

Top Stories India

વેશ્યાવૃત્તિએ એક એવો ધંધો છે જે કેટલાક લોકો મજબૂરી હેઠળ કરે છે તો કોઈ સ્વેચ્છાએ. પરંતુ આ ધંધા સાથે સંકળાયેલ મહિલાઓના બાળકોનું ભવિષ્ય કેવું હશે, શું તમે ક્યારેય વિચાર્યું છે? આરએસએસની ભારતી સેવા સંગઠને એક સારું પગલું ભર્યું છે. જે અંતર્ગત વેશ્યાવૃત્તિ કરતી મહિલાઓના બાળકોને આશરો મળશે.

“અપરાજિતા” એક નવું અભિયાન છે. અપરાજિતાનો અર્થ એ છે કે જે ક્યારેય કદી હાર નહીં માને… આ અનોખી પહેલથી, RSSની સેવા ભારતી દિલ્હીમાં વેશ્યાવૃત્તિને નાબુદ કરવા અથવા આ વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને બહાર લાવવા આગળ આવી છે. દિલ્હીનો જીબી રોડ વેશ્યાવૃત્તિ માટે ખૂબ પ્રખ્યાત છે. સરકાર અને વહીવટી તંત્રના તમામ પ્રયાસો છતાં જીબી રોડ પર વેશ્યાવૃત્તિને કાબૂમાં લેવામાં આવી નથી. એક સર્વે અનુસાર, આ વ્યવસાય 1860માં જીબી રોડ પર બ્રિટીશના સમયમાં લગભગ 15 મહિલાઓ સાથે શરૂ કરવામાં આવ્યો હતો અને હવે આ વ્યવસાયમાં લગભગ 2800 મહિલાઓ જીબી રોડ પર છે.

વેશ્યાવૃત્તિ પર પ્રતિબંધ મુકવાની પહેલ

જુદા જુદા રાજ્યોની યુવતીઓને તેઓને વિવિધ રીતે લલચાવી ફોસલાવીને અપહરણ કરી અહીં લાવ્વવામાં આવે છે. અહીં આવેલા વિવિધ દલાલોને વેચવામાં આવે છે. પરંતુ સર્વે મુજબ હવે મોટી સંખ્યામાં એવું પણ બની રહ્યું છે કે પેઢી દર પેઢી આ વ્યવસાયમાં ઝંપલાવી રહી છે. બીજો કોઈ વિકલ્પ નહિ મળવાથી આ વ્યવસાયમાં સામેલ મહિલાની બાળકીઓને પણ આ જ ધંધામાં માંજ્બુરીએ ઝંપલાવવું પડે છે. તેથી, વેશ્યાવૃત્તિની આ સાંકળને રોકવા માટે આરએસએસની પેટા સંસ્થા સેવા ભારતીએ “અપરાજિત” ના નામથી એક અનોખી પહેલ શરૂ કરી છે.

બાળકો માટે આ સુવિધા છે,

 આ સંસ્થા દ્વારા જીબી રોડ પર આ વ્યવસાયમાં હાજર એવી મહિલાઓની 5 થી 7 વર્ષની બાળકીઓને આ સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવી છે. આ છોકરીઓને દિલ્હીના શાંતિનિકેતન વિસ્તારમાં રહેવા માટે છાત્રાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીના પ્રદેશ અધ્યક્ષ રમેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, હવે આ છાત્રાલય 9 છોકરીઓ સાથે શરૂ કરવામાં આવી છે. આ તમામ યુવતીઓની માતાઓ જીબી રોડના જુદા જુદા સ્થળોએ વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં સામેલ છે. આ છોકરીઓ પણ તેમની માતાના વ્યવસાયમાં ના જાય તે માટે “અપરાજિત” શરૂ કરવામાં આવ્યું છે. ધીરે ધીરે સેવા ભારતીએ આવી છોકરીઓની સંખ્યા વધારીને 100 કરવાની યોજના બનાવી છે. રમેશ અગ્રવાલે કહ્યું કે જ્યારે છોકરીઓ સમય પહેલા તે સ્થળોની બહાર નીકળી જશે, અને અંતે એક સમય એવો આવશે કે આ વ્યવસાય પડી ભાંગશે. સીસીટીવી કેમેરા ઉપરાંત બાળકીની સુરક્ષા માટે હોસ્ટેલમાં મહિલા રક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. લેડી વોર્ડન અને કેરટેકર દરેક સમયે હાજર રહેશે.

સેવા ભારતીની ભૂમિકા શું છે

અપરાજિતાના અધ્યક્ષ જોલી સુનીલા સપ્રાના જણાવ્યા મુજબ, આ છોકરીઓને સેવા ભારતીની સહાયથી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે અને આ સાથે, ચિત્રકામ, નૃત્યની સાથે અભ્યાસ અર્થે છાત્રાલયોમાં પણ શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. હસ્તકલા જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. જ્યારે તેઓ મોટા થાય છે, ત્યારે તેમને આત્મનિર્ભર બનાવવા માટે વ્યાવસાયિક અભ્યાસક્રમો પણ લેવામાં આવશે અને તેમના લગ્નમાં પણ સેવા ભારતી ભૂમિકા ભજવશે.