Cricket/ સચીન-સેહવાગની જોડી ફરી મળશે જોવા, શરૂ થવા જઇ રહી છે ‘રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ’

રોડ સેફ્ટી ટી20 સિરીઝનું વધુ એકવાર ફરી શરૂ થવા જઇ રહી છે. ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડી સચિન તેંડુલકર ફરી એક વખત રમતનાં મેદાનમાં જોઇ શકાશે.

Sports

રોડ સેફ્ટી ટી20 સીરીઝનું વધુ એકવાર ફરી શરૂ થવા જઇ રહી છે. ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડી સચિન તેંડુલકર ફરી એક વખત રમતનાં મેદાનમાં જોઇ શકાશે. આ ટૂર્નામેન્ટ 2 માર્ચથી 21 માર્ચ રાયપુરમાં રમાશે. છેલ્લી વખત કોરોનાને કારણે ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી, તે સમયે કેટલીક મેચ રમવામાં આવી હતી. કોરોના વાયરસ ફેલાયા બાદ તેને માર્ચમાં મુલતવી રાખવામાં આવી હતી.

સચિન તેંડુલકર ઉપરાંત બ્રાયન લારા, મુથૈયા મુરલીધરન, વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે. છેલ્લી મોકૂફ ટૂર્નામેન્ટની બાકીની મેચ રાયપુરનાં શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. આયોજકોએ તેની પુષ્ટિ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટમાં બ્રેટ લી, દિલશાન અને અન્ય ઘણા નામ જેવા દિગ્ગજો જોવા મળશે. તેઓ ફરીથી મેદાન પર પોતાનો જુનો અંદાજ બતાવવા ઉતરશે. ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં રોડ સેફ્ટી માટે જાગૃતિ લાવવાનો છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું આયોજન રાયપુરમાં યોજાવવાને લઇને છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેને ગૌરવની વાત ગણાવી છે.

સચિન તેંડુલકર આ શ્રેણીનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને સુનિલ ગાવસ્કર પીએમજી ગ્રુપનાં વડા છે જે સીરિઝનાં આયોજક છે. આ સીરીઝ મહારાષ્ટ્ર રોડ સેફ્ટી સેલનાં નેજા હેઠળ રમાશે. ગયા વર્ષે માર્ચમાં, કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને થોડી મેચ રમાયા પછી શ્રેણી મુલતવી રાખવામાં આવી હતી. જણાવી દઇએ કે, હવે ફરી એકવાર દર્શકો તેમના જૂના ખેલાડીઓને મેદાન પર રમતા જોઈ શકશે.

Cricket / પ્રથમ ટેસ્ટની હાર ભારતીય ટીમને પડી ભારે, પોઈન્ટ ટેબલમાં ઈગ્લેન્ડ બન્યું નંબર-1

Cricket / ચેન્નઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શર્મનાક હાર, ભારત 192 રન પર ઑલઆઉટ

Cricket / આ પાંચ દિગ્ગજ ખેલાડી માટે આઈપીએલ 2021 છેલ્લી સીઝન હોઈ શકે છે, જાણો કોણ સામેલ છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ