Not Set/ સાત કર્મચારીઓએ ઈચ્છામૃત્યુની જીદ પકડી, વાંચો આખરે કેમ આવું કરી રહ્યા છે

છેલ્લા 22 દિવસથી કલેકટર ઓફિસ સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે તે છતાં કોઈ પ્રશ્નનો નિવેડો ન આવતાં આજે ઇચ્છામૃત્યુની માંગ કરી છે.

Gujarat

 

@સચીન પીઠવા, મંતવ્ય ન્યુઝ , સુરેન્દ્રનગર.

સુરેન્દ્રનગર કલેકટર ઓફિસ સામે છેલ્લા 22 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલા સાત કર્મચારીઓએ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સામે ઇચ્છામૃત્યુની માગણી કરી.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવનાર સફાઈ કર્મચારીઓને કોરોના સંક્રમણ અટકતા છૂટા કરી દેવામાં આવ્યા છે.

જેને લઈને કામ પર પરત લેવા માટે છેલ્લા 22 દિવસથી કલેકટર ઓફિસ સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે તે છતાં કોઈ પ્રશ્નનો નિવેડો ન આવતાં આજે ઇચ્છામૃત્યુની માંગ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ બિલકુલ પણ એ હાલમાં કાબૂમાં છે તેવા સંજોગોમાં આજથી બે માસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ એટલી હદે વધ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર માટે જગ્યા ન હતી તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવનારા આઉટસોર્સિંગના વર્ગ-૪ના કર્મચારીઓ દ્વારા સારી એવી કામગીરી કોરોનાના દર્દીઓની સારવારમાં કરવામાં આવી હતી.

ત્યારે આઉટસોર્સિંગ વર્ગ-૪ના કર્મચારીઓ સતત ગાંધી હોસ્પિટલમાં 12 કલાક સુધી પોતાની ફરજ ઉપર કોરોના ની વૈશ્વિક મહામારી વચ્ચે કોરોના ના દર્દીઓ ની વચ્ચે અડીખમ રહેતા હતા અને દર્દીઓને સારવાર માટે નો ઈલાજ માટેની વ્યવસ્થા ઉભી કરતા હતા ત્યારે સુરેન્દ્રનગર ની ગાંધી હોસ્પિટલમાંથી આવા કર્મચારીઓને છૂટા કરવામાં આવતાં હાલમાં કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ની પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર છ દર્દીઓ સારવાર લેતા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે આઉટસોર્સિંગ માં ફરજ બજાવતા વધારાના કર્મચારીઓને ફરજ ઉપર થી મોકૂફ કરી દેવામાં આવ્યા છે જેને લઇને કોરોના ની વૈશ્વિક મહામારી માં પણ ફરજ બજાવતાં કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા તેમને રોષની લાગણી વ્યાપી જવા પામી હતી અને તે પોતે ગાંધી હોસ્પિટલ બહાર જ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા પરંતુ ત્યાંથી અધિકારીઓ દ્વારા આ મામલે કોઇપણ જાતના એક્શન લેવામાં ન આવતા તે કલેકટર ઓફિસ સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા.

ત્યારે છેલ્લા 22 દિવસથી જિલ્લાની કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર ઉતર્યા છે પરંતુ તેમના પ્રશ્ન અને ન્યાય ન મળતાં આ કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર ની ગાંધી હોસ્પિટલમાં કોરોના વૈશ્વિક મહામારી માં ફરજ બજાવતા અને હાલની પરિસ્થિતિમાં છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા છેલ્લા ૨૨ દિવસથી ઉપવાલ આંદોલન કરી રહેલા મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ના આઉટ સોસીઁગ વગઁ-૪ના સાત કમઁચારીઓને ન્યાય ન મળતા આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજયપાલશ્રી પાસે ઈચ્છા મૃત્યુની પરવાનગી માગી છે.

ત્રીજી કોરોના લહેર માં ફરી કામે પરત બોલાવીસુ : આઉટસોર્સિંગના કર્મચારીઓ ફક્ત કોરોના ની લહેર માં નોકરી કરવા નોકરીએ લાગ્યા છે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક સમયે કોરોના સંક્રમણ સતત વધતું જઈ રહ્યું હતું રોજના 80 થી 90 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે વૈશ્વિક મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર સફાઈ કર્મચારીઓ ને સમગ્ર દેશે કામગીરી બિરદાવી અને તેમનું સન્માન કર્યું છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે દર્દીઓની સારવાર માટે સૌથી વધુ યોગદાન રહ્યું હોય તો તે સફાઈ કર્મચારીઓ રહ્યું છે દર્દીઓને દૈનિક ક્રિયાઓ કરાવવા માટે કોરોના ની હોસ્પિટલોમાં સફાઈ કર્મચારીઓ ખડેપગે રહેતા હતા અને અમુક સફાઈ કર્મચારી હોય તો આ મામલે જીવ પણ ગુમાવ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર ની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પણ આઉટસોર્સિંગના કર્મચારીઓએ સારી કામગીરી કરી અને અનેક કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સાજા કર્યા છે ત્યારે હાલમાં તેમને છૂટા કરવામાં આવ્યા છે જેને લઇને તેમનામાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે જ્યારે આ મામલે સંચાલકો તથા ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબો સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું છે કે કોરોના ની બીજી લહેર પતી ચૂકી છે એટલે તેમને છૂટા કરવામાં આવ્યા છે ત્રીજી લહેર વખતે તેમને કામ પર પરત લેવામાં આવશે તો શું આઉટસોર્સિંગ કર્મચારીઓ કોરોના ની શહેરમાં નોકરી કરવા માટે ટેવાઈ ગયા છે એવું આ વાતચીત પરથી લાગી રહ્યું છે અને હાલમાં એક આ ચર્ચાનો વિષય પણ બની ચૂક્યો છે.

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં થી છૂટા કરાયેલા સાત જેટલા આઉટસોર્સિંગના કર્મચારીઓએ મુખ્યમંત્રી તથા રાજ્યપાલ સમક્ષ માગણી કરતા ચકચાર.

કોરોના ની વૈશ્વિક મહામારી મા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે ૨૨ દિવસ સુધી કે પોતે કલેકટર કચેરી સામે પોતાને ન્યાય મળે તે હેતુથી ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે પરંતુ તેમનું કોઈ સાંભળતું ન હોવાના કારણે હાલમાં તેની ધીરજ ખૂટે છે અને આજે વહેલી સવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી અને આ સાત કર્મચારીઓને જો કામ નહીં મળે તો ઈચ્છા મૃત્યુ આપી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

જેને લઈને હાલમાં સમગ્ર સુરેન્દ્રનગરમાં કોન્ટ્રાક્ટ બેઝ તથા આઉટ સોર્સિંગ માં ફરજ બજાવતા કર્મચારીઓમાં સોપો પડી જવા પામ્યો છે અને ચકચાર પણ મચી જવા પામ્યા છે ત્યારે હાલમાં આ 7 કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી દર્શાવવામાં આવી છે જેને લઈને તંત્ર પર હાલમાં દોડતું થઇ જવા પામ્યો છે.