Not Set/ રસીકરણ મામલે ચોકાવનારો કિસ્સો : રસી લીધા વીનાં જ બે લોકોને મળી ગયું સર્ટીફીકેટ

સંજય મહંત , સુરત

Gujarat Surat Trending

સમગ્ર મામલે વહીવટી તંત્રનું મૌન : કોઈ પણ સ્પષ્તા કરવા ઇનકાર

સુરતના સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી રસી આપવાનો આશ્ચર્યજનક કિસ્સો હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરનારી વૃદ્ધ વ્યક્તિ સાથે સામે આવ્યો છે. વૃદ્ધને 13 માર્ચે કોરોના રસી મુકવા માટેની એપોઇન્ટમેન્ટ મળી  હતી. પરંતુ તે પહેલાં 9 માર્ચે વૃદ્ધ હરિદ્વાર ગયો હતો અને રસી ન મળવા છતાં તેમને પ્રથમ ડોઝ આપવાનું પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું હતું. જેને લઈને વૃદ્ધ પણ ચોંકી થયા હતા. જો કે આ સમગ્ર મામેલ વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે અને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આપવાનો ઇનકાર કર્યો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા સિંઘ પરિવાર ત્યારે ચોંકી ઉઠ્યો જ્યારે તેઓને જાણ થઈ કે હરિદ્વાર ગયેલા તેમના પિતાને સુરતના બમરોલીમાં આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે. વાત એમ છે કે અનુપસિંહે 10 માર્ચે તેની માતા અન્નપૂર્ણા સિંહ અને પિતા હરીભાન સિંહને કોરોના રસી અપાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને તેઓને રસી લેવા માટે 13 માર્ચની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરંતુ પિતા હરીભાન સિંહ હરિદ્વાર કુંભ ગયા હતા. તે હજી પણ આવ્યા ન હોવાને લઈ રસી મેળવી શક્યા ન હતા.

અનૂપે કહ્યું કે તેના માતાપિતાની એપોઇન્ટમેન્ટ હોવાથી, તેને માતાને રસી અપાવતા પહેલા જ તેના પિતા હરીભાન સિંહને કોરોનાનો પ્રથમ ડોઝ આપવા આવ્યો હોવાનું ઓનલાઇન પ્રમાણપત્રનો મેસેજ મળ્યો. જ્યારે તેઓએ આ મામલે તપાસ માટે બમરોલી હેલ્થ સેન્ટર પહોંચ્યો ત્યારે ત્યાંના સ્ટાફે આ અંગે તપાસ કરી તો તેઓની પાસે પણ ઓનલાઇન સર્ટિફિકેટ હતું. અને આ મામલે તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં.

સુરત મહાનગર પાલિકા સંચાલિત બમરોલી આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ વિના સર્ટિફિકેટ આપવાનો આ પહેલો કેસ નથી. એનજીઓ ચલાવતા રાકેશ સિંહે પણ પોતાની વૃદ્ધ સાસુ અને સસરાને કોરોના રસી લેવા માટે ઓનલાઇન નોંધણી કરાવી હતી. રાકેશને પણ 13 માર્ચે જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. રાકેશ તેની સાસુ અને સસરા સાથે આરોગ્ય કેન્દ્ર પર પહોચે તે પહેલાં તેની સાસુને કોરોનાની સફળ ડોઝ આપવામાં આવ્યો હોવાનો મેસેજ  મળ્યો હતો. જે જોઈને રાકેશ પણ ચોંકી ગયો હતો. તેઓને સાસુનો સંપર્ક કરતા તે ઘરે હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, તેમણે તેની સાસુ નિર્મલાબેન સોલંકીના કોરોના રસીના સફળ ડોઝનું પ્રમાણપત્ર મેલ પર આવ્યું હતું. જેમાં પ્રમાણપત્ર પર રસી આપનાર ડોક્ટરનું નામ મનીષા ગોહિલ લખેલું હતું. અને ડો.મનીષા ગોહિલ દ્વારા પાંડેસરામાં કૈલાસ નગર ચાર રસ્તા પાસે આવેલા આરોગ્ય કેન્દ્રમાં રસી આપવામાં આવી છે. આ અંગે રાકેશે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર અને સુરત મનપા કમિશનરને આવેદનપત્ર આપવાની સાથે પ્રમાણપત્ર આપનાર મનીષા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે

ચલો જે પણ હોય પરંતુ રસીકરણ કર્યા વિના પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવા માટેનાં પ્રમાણપત્ર આપવાને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જો કે રસીનાં ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમ્યાન વ્યક્તિનું આઈડી પ્રૂફની ડીટેલ પણ આપવામાં આવે છે અને તેની રસી સમયે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. જો કે, અહીં તો સીધુ જ પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું છે. જેથી આ કિસ્સામાં, ભૂલ કરવાને બદલે, એક મોટી છેતરપિંડી હોવાનો અંદાજ છે.