Cricket/ 420 વિકેટ ઝડપનાર આ ભારતીય બોલરે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

ભારતીય ક્રિકેટ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા ફાસ્ટ બોલર અશોક ડિંડા એ નિવૃતિની જાહેરાત કરી છે. મંગળવારે ડિંડાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે.

Top Stories Sports
1

ભારતીય ક્રિકેટ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા ફાસ્ટ બોલર અશોક ડિંડા એ નિવૃતિની જાહેરાત કરી છે. મંગળવારે ડિંડાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે. કોલકત્તામાં મીડિયાને આ વાતની જાણકારી આપતા તેણે બધાનો આભાર માન્યો છે. આ ઘટનાએ ડિંડાના ચાહકોને ભારે આંચકો આપ્યો છે.

Veteran India and Bengal bowler Ashoke Dinda retired from all formats of  cricket on Tuesday | XtraTime | To get the best and exclusive sporting  news, keep watching XtraTime

 

 

metros / દેશની પ્રથમ ઘટના, દર્દીને પ્રત્યારોપણ કરવા ધબકતા હ્રદય સાથે દોડી મેટ્રો

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 420 વિકેટ ઝડપનાર આ બોલર હાલમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રહ્યો હતો. ડિંડાએ ભારત તરફથી કુલ 13 વનડે અને 9 ટી20 મેચ રમી છે. વર્ષ 2010મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડે પર્દાપણ કરનાર આ બોલરે પોતાની છેલ્લી મેચ 2013માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. વર્ષ 2009મા નાગપુર ટી20થી અશોક ડિંડાએ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદમાં 2012માં આ ભારતીય ફાસ્ટ બોલરે અંતિમ ટી20 મુકાબલો રમ્યો હતો.

Bengal fast bowler Ashoke Dinda retires from all forms of cricket | Eagles  Vine

Election / BJP એ કરી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યોના પ્રભારી અને સહ પ્રભારીઓની જાહેરાત, કૃષિમંત્રી તોમર આસામના પ્રભારી

ડિંડાએ બંગાળની રણજી ટીમ તરફથી સ્થાનિક ક્રિકેટ મેચમાં પર્દાપણ કર્યુ હતું. એક દાયકા સુધી બંગાળની ટીમ તરફથી રમ્યા બાદ તેણે ગોવાની ટીમ તરફથી રમવાનો નિર્ણય લીધો હતો. આ સીઝનમાં સૈયદ મુશ્તાક અલીમાં ડિંડાએ ત્રણ મેચ રમી હતી.

Yes Bank appoints Ashok Dinda as Vice President for his yeomen service to  the brand! - Cricket Country

 

Supreme Court / ટ્રેક્ટર પરેડ હિંસાના મામલે અરજીઓ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…