નવસારી/ લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતા જ થયો બ્લાસ્ટ, વરરાજાની બંને આંખમાં થઇ ગંભીર ઈજા

લગ્નમાં મળેલી ગિફ્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે વરરાજાને ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ બ્લાસ્ટ બાદ પોલીસ અને એફએસએલની ટીમે તપાસ આદરી છે.

Gujarat Others
લગ્નમાં મળેલી ગિફ્ટ

સામાન્ય રીતે લગ્નમાં ઘણી ખાસ બાબતો હોય છે. પરંતુ આવામાં લગ્નમાં મળેલી ભેટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને લગ્ન કરી રહેલા વર-કન્યાના મનમાં એવી ઉત્સુકતા હોય છે કે તેમને કોણે ભેટ સ્વરૂપે શું મોકલ્યું હશે. તેથી, લગ્નનો કાર્યક્રમ સંભાળ્યા પછી જ્યારે પણ તેમને સમય મળે છે, ત્યારે તેઓ સૌથી પહેલા ભેટ ખોલવાનું કામ કરે છે. ત્યારે આવામાં નવસારી જિલ્લાના વાંસદા માં ખૂબ જ ચકચાર મચાવતો બનાવ બન્યો છે. અહીં લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતા જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે વરરાજાને ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ બ્લાસ્ટ બાદ પોલીસ અને એફએસએલ (FSL)ની ટીમે તપાસ આદરી છે. પોલીસને આશંકા છે કે આ કોઈ ડિટોનેટર બ્લાસ્ટ હોઈ શકે છે. આ ઉપરાંત કોઈએ આયોજન પૂર્વક આવું કાવતરું ઘડ્યાની પણ પોલીસને આશંકા છે. બ્લાસ્ટમાં વરરાજાના ગંભીર ઈજા પહોંચી છે તો તેના ત્રણ વર્ષના ભત્રીજાને કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે. બંનેની હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આપને જણાવી દઈએ કે, મિંઢાબારી ગામના યુવક લતેશ ગાવિતના ગત 12 મેના દિવસે લગ્ન હતા. વરરાજાનો પરિવાર લગ્નમાં આવેલા તમામ ગિફ્ટ ચેક કરી રહ્યો હતો. ત્યારે ટેડીબેર જેવા દેખાતા ગિફ્ટમાં રહેલા વાયરને સોકેટમાં નાખતા જ ધડાકો થયો હતો. જેમાં વરરાજાની આંખ અને ડાબા હાથનું કાંડું ઘરે જ તૂટી ગયું હતું. વરરાજાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને 3 વર્ષીય ભત્રીજા જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેક્ચર થતાં તેને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેસમાં વરરાજાની આંખમાં 100 ટકાની ડેમેજ થવાની સંભાવના ડોક્ટરો દ્વારા જોવાઇ રહી છે.

આ સમગ્ર ઘટનામાં ગિફ્ટ મોકલનારા પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલ શંકાના દાયરામાં છે. આ અંગે વાંસદા પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે અને પરિવારના લોકોના નિવેદન નોંધવાની શરૂઆત કરી છે. હાલમાં પરિવારના ઘરે FSLની ટીમ સર્વે માટે દોડી ગઈ છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે.

દુલ્હનના પિતા હરિશચંદ્ર ગવળીએ જણાવ્યું હતું કે, મારી નાની દીકરીના લગ્ન 12-13 તારીખે સંપન્ન થયા હતા. લગ્ન દરમિયાન તેમને ખૂબ ગિફ્ટ્સ મળી હતી. આજે સવારે મારી દીકરી અને જમાઈ ગિફ્ટ્સ ચેક કરી રહ્યા હતા ત્યારે એક ગિફ્ટમાંથી જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં જમાઈ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમનો ડાબો હાથ કોણીમાંથી અલગ થઈ ગયો છે. બંને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. જમાઈના નાનાભાઈના બાળકને કપાળના ભાગે ઈજા પહોંચી છે.

આ પ્રકારણમાં પોલીસ અને પરિવારને ગિફ્ટ મોકલનાર રાજુ પટેલ પણ શંકા છે. બ્લાસ્ટ બાદ એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પુરાવા એકઠા કર્યાં હતા. જેના પર આશંકા છે તે રાજુ દુલ્હનની મોટી બહેનનો પૂર્વ પ્રેમી છે. દુલ્હનના પિતાના જણાવ્યા પ્રમાણે તેની મોટી દીકરીએ રાજુ સાથે બોલવાનું બંધ કરી દીધું હોવાથી તેણે આવો કાંડ કર્યો હોઈ શકે છે.

આ પણ વાંચો:હાર્દિક પટેલે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, શું જોડાશે ભાજપમાં?

આ પણ વાંચો:દાહોદ પેટ્રોલપંપમાં ફિલ્મી ઢબે કરાઈ લૂંટ તો પોલીસ બની સિંઘમ : જાણો આખો મામલો

આ પણ વાંચો:બુરખો પહેરેલા આતંકવાદીએ દુકાન પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો, એકનું મોત