સુરેન્દ્રનગરનું છેવાડાનું ગામ વિરનગર બન્યું કોરોના મુકત
સુરેન્દ્રનગર નું છેવાડાનું વિસનગર ગામ બન્યું કોરોના મુક્ત છે. ત્યારે કોરોનાની બીજી લહેર માં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું છેવાડાનું વિસનગર ગામ કે જ્યાં કોરોના નો એક પણ કેસ નોંધાયો ની કોરોના ની પહેલી લહેર માં ૦૪ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આરોગ્યની ટીમ અને સરપંચ દ્વારા ગામ લોકોને જાગૃત કરી સતત મોનિટરિંગ રાખી ઉકાળા વિતરણ, નાસ અપાવી ગત વર્ષે ગામને સંપૂર્ણ કોરોના મુક્ત બનાવવામાં સફળ રહ્યા છે.
વિસનગર આરોગ્ય ટીમ માં કમ્યુનિટી હેલ્ ઓફિસર અને વિસનગરના મહિલા સરપંચ દ્વારા ગામ લોકો ને કોરોના અંગે જાગૃત કરવામાં આવ્યા જેના પરિણામે કોરોના ની બીજી લહેર માં પાટડીનું વિસનગર ગામ કોરોના મુક્ત રહેવા પામ્યું છે
પાટડીનું વિસનગર ગામ ૧૨૬૬ ની વસ્તી ધરાવે છે અને માત્ર પાંચ લોકોએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે તેમ છતાં સરપંચ અને આરોગ્ય ટીમના સહિયારા પ્રયાસી ગામમાં કોરોનાની રસી અંગે જાગૃતતા લાવવા ના કારણે ૫૦ થી વધુ લોકોએ કોરોનાની રસી લીધેલ છે તા દરરોજ ૨૦ લોકોને રસી આપવાની કામગીરી ચાલુ છે વિસનગર માં વધુ ભાગે અશિક્ષિત લોકો રહે છે તેમ છતાં મહિલ સરપંચ,પૂર્વ સરપંચ અને આરોગ્યની ટીમ પ્રયાસ કી રસીકરણ માં સહકાર આપી રહ્યા છે જે ભણતર કરતાં ગણતર વધારે છે તે સુત્રને ર્સાક કરે છે.
