Crime/ ચુડાનાં કરમડની યુવતીનાં ફોટો પાડી કૌટુંબીક ભાઈએ અનૈતિક સંબંધો બાંધ્યા

ચુડા તાલુકાના કરમડ ગામની યુવતીના તેના કૌટુંબીક ભાઈ વિનોદ નાથાભાઈ પરમારે છએક વર્ષ પહેલા યુવતીની જાણ બહાર મોબાઈલ ફોનમાં ફોટો પાડી લીધા હતા.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ચુડા તાલુકાનાં કરમડ ગામની યુવતીનાં તેના કૌટુંબીક ભાઈ વિનોદ નાથાભાઈ પરમારે લગભગ છ વર્ષ પહેલા યુવતીનો જાણ બહાર મોબાઈલ ફોનમાં ફોટો પાડી લીધા હતા. ફોટા ઈન્ટરનેટ પર ફરતા કરી દેવાની ધમકી આપી અમદાવાદ રહેતા પુંજાભાઈ પિતાંબરભાઈનાં ઘરમાં લઈ જઈ યુવતી સાથે અવાર-નવાર દુષ્કર્મ કરતો હતો. સમાજમાં બદનામ થવાનાં ડરે 1 વર્ષ સુધી યુવતીએ બધું સહન કર્યું હતું.

Gujarat: જન્મ આપનારે 8 માસની દીકરી તરછોડી, પડોશીએ 8 વર્ષ સુધી કર્યો ઉછેર

પાંચેક વર્ષ પહેલાં ધ્રાંગધ્રા તાલુકાનાં વાવડી ગામે યુવતીનાં લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવતી જયારે પણ પિયર કરમડ ગામે આવતી ત્યારે-ત્યારે કૌટુંબીક ભાઈ વિનોદ પરમાર યુવતીનાં ફોટો સોશિયલ મીડિયામાં ફરતા કરી કે યુવતીનાં પતિને દેખાડી દેવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને મળવા બોલાવતો હતો. યુવતીએ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી સમગ્ર ઘટના અંગે માતા, પિતા, ભાઈ, ભાભીને જાણ કરી દીધી હતી. પરિવારજનોએ હિંમત અને સાથ આપતા યુવતીએ વિનોદ પરમાર વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Crime: “જેકી અંકલ દરવાજો ખોલો” દરવાજો ખુલ્યો અને જેકી અંકલની તીજોરી સાફ થઈ ગઈ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ