ગુજરાત પ્રદેશ દ્વારા રાજકોટ કોર્પોરેશનમાં ભાજપનાં છેલ્લી ટર્મનાં 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. સામે 10 કોર્પોરેટરને રિપીટ કરાયા છે. વોર્ડ પ્રમાણે નજર કરવામાં આવેતો વોર્ડ નંબર 1માં એક કોર્પોરેટર રિપીટ થયા છે. જો કે આ વોર્ડમાં મહિલા કોર્પોરેટરના પતિને ટિકિટ મળી હોવાનું સામે આવી રહ્યું છે. વોર્ડ નંબર 2માં ત્રણ કોર્પોરેટર રિપીટ થયા છે. વોર્ડ નંબર 4 અશ્વિન મોલીયાની ટિકિટ કપાઈ છે. વોર્ડ નંબર 5 ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે અને તમામ નવા દાવેદારોને ચાન્સ આપવામાં આવ્યો છે. વોર્ડ નંબર 6 દેવુ જાદવ રિપીટ થયા છે, જ્યારે બાકીનાં ત્રણ કોર્પોરેટરની ટિકિટો કપાઇ છે. વોર્ડ નંબર 7નાં ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. જો કે, ફરી એક વખત કશ્યપ શુક્લના બદલે નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં ચારેય કોર્પોરેટર કપાયા છે. વોર્ડ નંબર 9માં પુષ્કર પટેલ રિપીટ થયા અને અન્ય ત્રણની ટિકિટ કપાઇ છે. વોર્ડ નંબર 10 ત્રણમાંથી એક રિપીટ કરાયા છે બાકીની બાદબાકી થઇ છે. વોર્ડ નંબર 13માં બે રિપિટ કરાયા છે અને બે નવા ચહેરાને સ્થાન મળ્યું છે. વોર્ડ નંબર 14 એક રિપિટ થયા છે અને ત્રણ કપાયા છે.
Election / ભાવનગર મહાનગરપાલિકાનાં મુરતિયાને લાગી આખરી મહોર, યાદી જાહેર
આપને જણાવી દઇએ કે, ભાજપનાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, 3 મહત્વનાં નિર્ણયોને ધ્યાનમાં રાખીને જ તમામ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવશે. યાદ અપાવી દઇએ કે, 1) 60 વર્ષની ઉપરનાં નહી, 2)કોઇ સગા-વહાલા-સબંધી નહી, અને 3) 3 ટર્મથી કોર્પોરેટર હોય તેવા નહીં આવો હતો ભાજપનાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય. પ્રદેશ ભાજપ દ્વારા જ્યારે રાજકોટ મનપાના મુરતીયાઓ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે, ત્યારે સામાન્ય માણસમાં ઉત્સુખતા છે કે જાહેર કરેલા 3 નિયમોની ઉમેદવારી યાદીમાં કેવી અસરો છે.
Jamnagar / જામનગર મહાનગરપાલિકાના મુરતિયાને લાગી આખરી મહોર, યાદી જાહેર
પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેટરની જે યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં ખાસ ધ્યાન રાખી તમામ જ્ઞાતિને મહત્વ અને સ્થાન આપવાની કોશિશ કરી સૌનો સાથે સૌનો વિકાસનું સૂત્ર અમલી થતુ જોવામાં આવી રહ્યું છે. આવો જોઇએ કઇ અને કેટલી જ્ઞાતિને ઉમેદવારી માટે પસંદ કરવામાં આવી છે.
Rajkot: રાજકોટમાં ભાજપે મનપાના મુરતિયા નામ જાહેર કરતા ભડકો,38માંથી 28 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ,આ રહી યાદી
રાજકોટ મનપામાં જ્ઞાતિ મુજબ ટિકિટ વહેંચણી, તમામ જ્ઞાતિઓને અપાયો ન્યાય
બ્રાહ્મણ -8
લેઉવા પટેલ – 14
કડવા પટેલ – 5
જૈન – 2
દરબાર – 7
રાજપૂત – 2
કોળી – 2
કડીયા- કુંભાર – 2
ભરવાડ – 4
આહીર – 8
SC-ST – 6
લોહાણા – 3
સિંધી – 1
ગોહિલ – 1
જાદવ – 1
લાઠીયા – 1
બાવાજી – 1
સોની – 1
મકવાણા – 2
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
