બોટાદ જિલ્લાના ગઢડાની સબ જેલમાં ઢસા પોલીસ સ્ટેશનના આરોપીના મોતની ઘટનાથી ભારે ચકચાર મચી છે. ગઢડામાં મારામારીની ઘટનાનો આરોપી વિક્રમ સુરેશ મીઠાપરા (ઉ.વ.30)નું ગુરુવારે વહેલી સવારે સબ જેલમાં મોત નિપજતા તેની જાણ તેના પરિજનોને કરવામાં આવી હતી અને મૃતદેહ ને ગઢડા હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. ત્યારબાદ પેનલ પીએમ માટે ભાવનગર લાવવામાં આવતા પીએમ તો થઇ ગયું હતું પરંતુ પેનલ પીએમના રીપોર્ટ બાદ જો જવાબદાર અધિકારીઓ કે કર્મીઓ સામે એફ.આર.આઈ નોંધવામાં આવશે તો જ મૃતદેહ લઈ જઈશું તેમ મૃતકના પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો હતો.
મળતી વધુ વિગત અનુસાર ગઢડા સબ જેલમાં વિક્રમ મીઠાપરા નામના યુવાનનાં મોતની ઘટનામાં ભારે ચકચાર મચી છે. આ મૃતકનો મૃતદેહ પેનલ પીએમ માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જયારે મોટી સંખ્યામાં દેવીપુજક સમાજના લોકો અહી એકત્રિત થઇ જ્યાં સુધી પેનલ પીએમનો રીપોર્ટ ના આવે અને તેમાં પણ તેમની જે શંકા છે કે માર મારવાના કારણે મોત થયું છે. ત્યારે જવાબદાર કર્મીઓ સામે પગલા ભરવામાં આવે નહિ ત્યાં સુધી લાશને સ્વીકારવો ઇનકાર પરિજનોએ કર્યો છે. પેનલ પીએમ થઇ જતા અને તેના રીપોર્ટને ૪૮ થી ૭૨ કલાકનો સમય લાગતો હોય જેથી રીપોર્ટ બાદ મૃતદેહ સ્વીકારવી કે નહિ તે નિર્ણય કરશે જયારે સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગ સાથે જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. જયારે આ બનાવની ગંભીરતાના પગલે ઢસા ખાતે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે જેથી અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બનતો રોકી શકાય.
આ પણ વાંચો : ડાકોર રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા રસ્તાનું કામ પૂનમ પહેલા પૂર્ણ કરવા માગ
