Not Set/ દિલ્હીમાં સામે આવ્યો પ્રથમ ઓમિક્રોનનો કેસ, જાણો શું છે ટ્રાવેલ હિસ્ટ્રી

દેશની રાજધાની દિલ્હીમાં પણ એક ઓમિક્રોન દર્દી મળી આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે. આ દર્દી હાલમાં એલએનજેપીમાં દાખલ છે.

Top Stories India
ઓમિક્રોનનો કેસ

દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રોનનો કેસ મળી આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે. આ દર્દી હાલમાં એલએનજેપીમાં દાખલ છે. મળતી માહિતી મુજબ, આ મુસાફર તંજાનિયાથી દિલ્હી આવ્યો હતો. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે 12 સંક્રમિત દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક દર્દીના રિપોર્ટમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો છે.

આ પણ વાંચો :ફરી જાગ્યો સિદ્ધુનો ‘પાકિસ્તાન પ્રેમ’, કહ્યું- PAK સાથે બિઝનેસ થયો તો 6 મહિનામાં…

મંત્રીએ કહ્યું કે જેઓ બહારથી આવી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. એલએનજેપીમાં અત્યાર સુધીમાં 17 પોઝિટિવ દર્દીઓ દાખલ છે, 6 તેમના સંપર્કો છે. 12 લોકોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી, જેમાંથી 1 ઓમિક્રોનનો દર્દી હોવાનું જણાય છે. કાલે ફાઈલ રિપોર્ટ આવશે. અમે કહી શકીએ કે દિલ્હીમાં આ પહેલો ઓમિક્રોન કેસ છે.

આ પણ વાંચો :નાગાલેન્ડના મોનમાં ફાયરિંગ, 6ના મોત, CMએ SIT તપાસના આપ્યા આદેશ

આ સાથે હવે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના 5 દર્દીઓ છે. જેમાંથી બે કર્ણાટકના, એક ગુજરાતના અને એક મહારાષ્ટ્રના છે. આ પછી હવે દિલ્હીમાં પાંચમો દર્દી મળી આવ્યો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ મળી આવેલા કુલ 17 લોકોને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દિલ્હી સરકારે એલએનજેપીને કોરોનાની મુખ્ય હોસ્પિટલ જાહેર કરી છે.

આ પણ વાંચો :વિશ્વમાં Omicron નો કહેર, ભારતમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ

આ પણ વાંચો :કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન મામલે એર ઈન્ડિયાને નોટિસ, વિદેશી એરલાઈન્સ પાસેથી પણ માંગ્યો જવાબ