રાજકોટ/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો

યુનિવર્સિટીના 155 કેન્દ્રો પર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેના પર 97 જેટલા ઓબ્ઝર્વર રાઉન્ડ ધ ક્લોક રહેશે

Gujarat

  રાજયમાં કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા . અમુક ઘરો માં તો ઘરના મોભી જ મૃત્યુ પામ્યા હતા . સરકાર  દ્વારા રાજમા  લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું.  તેમજ  અનેક પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી. તેમજ  બોર્ડના વિદ્યાર્થીઑ ને તો માસ  પ્રમોશન આપવામાં આવ્યું હતું . હવે જાયે કોરોના કેસ ઘટતા સરકાર દ્વારા નિયંત્રણ હળવા કરવામાં આવી રહ્યા છે . જે અંતગર્ત શાળાઓ  માં ધોરણ 1 થી 12 ના વર્ગો રાબેતા  મુજબ શરૂ કરવામાં  આવ્યા  છે.  ત્યારે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ  થયો . જેમાં 53 હજાર 559 વિદ્યાર્થીઓની વિવિધ અભ્યાસ બીએ., એલએલબી, બીબીએ, બી.કોમ, એમ.કોમ અને એમ.બી એ સહિતની 35 અભ્યાસક્રમની પ્રથમ સત્રની પરીક્ષા 10 દિવસ ચાલશે.

આ પણ વાંચો ;Video / લગ્નના મંડપમાં બધાની સામે રાણા દગ્ગુબાતીએ પત્નીને કરી KISS, જુઓ વીડિયો

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 155 કેન્દ્રો પર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેના પર 97 જેટલા ઓબ્ઝર્વર રાઉન્ડ ધ ક્લોક નિગરાણી રાખશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીસીટીવી મોનીટરીંગ દ્વારા સતત નજર રાખવામાં આવશે.55 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર કોવિડ પ્રોટોકોલ હેઠળ પરીક્ષા લેવાશે.આ ઉપરાંત  પરીક્ષા સ્થળે  ખાસ કોરોનાની ગાઈડ લાઇનનું પાલન થાય તે પણ  મહત્વનુ છે .

આ પણ વાંચો ;Relationship Tips / આ ચાર આદતો તમારા લગ્નજીવનને ભરી દેશે ખુશીઓથી…

.