- અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા શહેરમાં હાલ રાત્રિના બાર થી સવારે 06:00 સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં છે
- ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ની મુદત આજે પૂર્ણ થાય છે
- બીજી બાજુ કોરોના કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં સરકાર ચિંતિત
- આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે d knight મેચ પણ યોજાઈ રહી છે
- આ સંજોગોમાં રાત્રી કર્ફ્યુ ના અમલ અંગે સરકાર ના નિર્ણય પર સૌની નજર
રાજ્યમાં કોરોનાએ એકવાર ફરી કમ બેક કર્યુ છે. થોડા દિવસો પહેલા કોરોનાનાં કેસમાં જે ઘટાડો જોવા મળી રહ્યો હતો, તેને ધ્યાને રાખી ઘણા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવુ અને માસ્ક પહેરવાને લઇને લાપરવાહી રાખવાનું શરૂ કરી દીધુ હતુ. જેનુ પરિણામ સ્વરૂપે રોજ હવે કોરોનાનાં કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે.
અમદાવાદ / શહેરમાં કોરોના ફરી બન્યો બેકાબુ, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં થયો વધારો
આજની સ્થિતિની વાત કરીએ તો કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્દત આજે પૂર્ણ થાય છે. બીજી બાજુ કોરોનાનાં કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતા સરકાર પણ ચિંતિત દેખાઇ રહી છે. જેના કારણે હવે સરકાર દ્વારા રાજ્યનાં 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને યથાવત રાખવામાં આવી શકે છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં નવા કેસોની દ્રષ્ટીએ અમદાવાદ અને સુરત શહેરમાં આ કેસો વધ્યા છે. વળી હાલમાં અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી-20 સીરીઝ (India vs England) ચાલી રહી છે. ત્યારે સ્ટેડિયમમાં જ લોકોની જે ભીડ દેખાય છે, તે પણ આવતા સમયમાં સરકારની ચિંતામાં વધારો કરે તો નવાઇ નહી.
અમદાવાદ: સો દીકરીઓને દત્તક લેવાનું પ્રેરણાદાયી કાર્ય, બીઇંગ વુમનની અનોખી પહેલ
ઉલ્લેખનીય છે કે, વધતા કોરોનાનાં કેસને કાબુમાં લેવા માટે સરકાર કડક નિર્ણયો લઇ શકે તો નવાઇ નહી. કોરોનાનાં કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં સરકાર ચિંતિત થઇ ગઇ છે. આ સંજોગોમાં રાત્રી કર્ફ્યુનાં અમલ અંગે સરકારનાં નિર્ણય પર સૌની નજર રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
