વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
કહેવાય છે કે સેવા પરમો ધર્મ… પરંતુ સેવા કરવાની શક્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.. કારણ કે તેના માટે મજબૂત નિર્ણયશક્તિ અને મનોબળ ની જરૂર પડે છે… ત્યારે અમદાવાદ શહેરમાં બાકી છે લોકોના સાયન્સ સિટી વિસ્તારમાં બીઈંગ વુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી મહત્વ પુર્ણ યોજના નો આજ થી શુભારંભ કરવામાં આવ્યો છે.. શું છે આ પ્રેરણાદાયી યોજના આવો જાણીએ આ ખાસ અહેવાલમાં….
બીઇંગ વુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેર ના છેવાડે આવેલા ત્રણ ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતી દીકરીઓના ઉત્થાન અને વિકાસ માટે એક ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે.. જેમાં વ્યવસાયિક ની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી એજ્યુકેશન અને સેનેટરી પેડ આપવા માટે ની યોજના શરૂ કરવામાં આવી છે.. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પૂર્વ મેયર બિજલબેન પટેલ ના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાવી સૌથી વધારે દીકરીઓને સેનેટરી પેડ અર્પણ કરવામાં આવ્યા હતા.. ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાની દીકરીઓને આગામી એક વર્ષ સુધી સેનેટરી પેડ અંડર ગારમેન્ટ તથા અન્ય સુવિધાઓ આપવામાં આવશે…
સેવા સામાજિક કર્તવ્ય અને સમાજના હિત માટે કાર્યરત બીઇંગ વુમન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, સ્વરોજગારી મેળવી શકે અને મહિલાઓ સમાજમાં કાર્યક્ષમ બને તેવા હેતુથી જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવે છે.. બીઇંગ વુમનની મહિલા કાર્યકર્તા ના કહેવા મુજબ મહિલાઓ હવે લાચાર નથી તેઓ દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે છે… આજની યુવા પેઢી અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ અને એટલા માટે જ સંસ્થા દ્વારા સીવણ ના વર્ગ બ્યુટી પાર્લરનો કોર્સ તથા જુની પુરાણી વસ્તુઓ ને ભેગી કરી લોકો સુધી પહોંચાડવાના કર્યો પણ કરવામાં આવે છે.. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓ અને દીકરીઓ સેનેટરી નેપકીન નો ઉપયોગ કરતી નથી જેના કારણે તેમના સ્વાસ્થ્ય ને નુકસાન થાય છે… પરંતુ હવે બીઇંગ વુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવી દીકરીઓને સેનેટરી પેડ આપવા માટેની જવાબદારી સંસ્થાએ સ્વીકારી છે… ત્રણ ગામ ની સૌથી વધારે દીકરીઓને સેનેટરી પેડ અને અંડર ગારમેન્ટ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવશે અને તેમને પ્રશિક્ષિત કરવામાં આવશે..
હાલ આ સંસ્થા દ્વારા સો દીકરીઓને એક વર્ષ માટે સેનેટરીપેડ અને અંડર ગારમેન્ટ આપવાની જવાબદારી લેવામાં આવી છે.. પરંતુ ભવિષ્યમાં જેમ જેમ ડોનેશન વધતું જશે તેમ તેમ વધુ મહિલાઓ અને દીકરીઓને દત્તક લઈને તેમના સ્વાસ્થ્ય બાબતે અને આત્મનિર્ભર બનાવવા બાબતે સંસ્થા કાર્ય કરતી રહેશે…
