Viral Video / પોતાના જ લગ્નમાં સુઇ ગયો આ વરરાજા, વીડિયો સોશિયલ મીડિયામાં થયો ટ્રેન્ડ

ભારતીય લગ્નમાં નાટક અને કોમેડીની કોઈ કમી નથી. ઘણી વખત લગ્નમાં એવી ફની ઘટનાઓ બની જતી હોય છે કે જેને જોઇને લોકો પોતાની હસીનેે રોકી શકતા નથી. 

ભારતીય લગ્નમાં નાટક અને કોમેડીની કોઈ કમી નથી. ઘણી વખત લગ્નમાં એવી ફની ઘટનાઓ બની જતી હોય છે કે જેને જોઇને લોકો પોતાની હસીનેે રોકી શકતા નથી. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Interesting / ખેડૂતે સર્જરી માટે ભેગા કર્યા હતા પૈસા, ઉંદરે બધા જ કોતરી ખાધા

ભારતીય લગ્નમાં તમે ક્યારેય પણ કંટાળશો નહી. દેશમાં ઘણીવાર એવા લગ્નનાં વીડિયો વાયરલ થતા હોય છે જે લોકોને હસાવી હસાવીને રોવડાવી દે છે. ઘણીવાર ઘટના એવી પણ બની જાય છે કે જે જોઇને તમને લાગશે કે અહી કોઇ એક્ટિગ કરવામા આવી રહી છે. ઘણીવાર લાંબા સમય ચાલતી લગ્નવિધિને કારણે વરરાજા અને વહુ એટલા કંટાળી જાય છે કે તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે. થાકેલા વરનો એક એવો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજા પોતાના વરમાળાનાં સ્ટેજ પર ફોટો પડાવતા સમયે જ સૂઈ ગયો હતો. ત્યાં હાજર લોકો તેને જગાડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. લોકો દ્વારા જગાડવાનો પ્રયત્ન કર્યા બાદ પણ વરરાજા જાગતા નથી અને તે કુંભકર્ણની જેમ સૂઈ જ રહે છે. આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને નિરંજન મહાપત્રાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

OMG! / 250 વર્ષ જુની વ્હીસ્કીની બોટલ એક કરોડ રૂપિયાથી પણ વધુમાં વેચાઇ

હવે આ વીડિયો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી વરરાજાની ઉંઘ પાછળનું કારણ જાણવા લોકો ઉત્સુક થઇ રહ્યા છે. વીડિયો વાયરલ થયા પછી, ઘણા યુઝર્સ મીમ્સ બનાવી રહ્યા છે અને મજાક પણ કરી રહ્યા છે. આ ફની વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 79 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું છે કે, આજે વરરાજાને રૂમમાં એન્ટ્રી મળવાની નથી. વળી, કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે, વરરાજાએ તેના પોતાના લગ્નમાં ખૂબ જ દારૂ પીધો છે, જેના કારણે તે પોતાને સંભાળી શકતો નથી. કારણ ગમે તે હોય, પરંતુ વરરાજાની આ સ્થિતિ જોઈને લોકો હસવાનું બંધ કરી શક્યા નથી.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment