રિપોર્ટ : દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર
લીંબડી એસટી ડેપોમાં તોફાની વાવાઝોડામાં અટવાયેલા અંદાજે ૪૦૦ થી વધુ મુસાફરો માટે માનવ અધિકાર નિગરાની સમિતિના કાર્યકરોએ ભોજન વ્યવસ્થા પુરી પાડી ને સેવાની મિશાલને પ્રજવલિત રાખી
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા લીંબડી બસ સ્ટેન્ડની અંદર તાઉ તે વાવાઝોડા માં અંદાજે ૪૦૦ થી વધુ મુસાફરો અટવાઈ ગયા હતા. લીંબડી ડેપોમાં અનેક મુસાફરો અટવાયા ની જાણ થતાં માનવ અધિકાર નિગરાની સમિતિ ના આગેવાનો કલ્પેશ વાઢેર, પાલિકાના પ્રમુખ અને સમિતિના અંબારામભાઈ ચૌહાણ, ધીરુભાઈ પરમાર, નંદકિશોરભાઈ વગેરે ડેપો પર દોડી ગયા હતા. માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા તાબડતોબ ડેપોમાં ફસાયેલા મુસાફરો બાળકો મહિલાઓ માટે ભોજનની વ્યવસ્થા પુરી પાડી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કોરોના કાળ માં પણ જરૂરિયાત મંદોને અનીકાવિધિ સેવાઓ પૂરી પાડી હતી. ત્યારે વાવાઝોડાના કુદરતી કહેરમાં પણ સમિતિના સભ્યો અને આગેવાનોએ દોડી આવી માનવ સેવા પરમો ધર્મ ના સૂત્ર ને ચરિતાર્થ કરી દેખાડ્યું છે.
