કૉંગ્રેસ ને બચાવો/ ચાલુ 64 ધારાસભ્યોને ટિકિટનું પ્રોમિસ, આ મહિનાના અંતમાં ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે

ભાજપ હજુ ચૂંટણી પૂર્વે કોંગ્રેસનાં તોડફોડ કરવાના મૂડમાં છે. ઉમેદવારોના નામ નક્કી થાય અને તેમાંથી કોઇને ખેડવી નાખે તો પક્ષની આબરુનું ધોવાણ થાય.

Top Stories Gujarat

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તે સમયે જ તૂટી રહેલી કોંગ્રેસને બચાવવા પક્ષના નેતાઓએ નવી વ્યૂહરચના અપનાવી છે, જેમાં કોંગ્રેસના બાકી બચેલા તમામ 64 ધારાસભ્યો ની ટિકિટ આ મહિના ના અંત સુધીમાં ફાઇનલ કરી શકે છે, બાકીની બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત માં ભાજપની ભરતી માં કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા હોવાથી કોંગ્રેસને નુકશાન સહન કરવું પડી રહ્યું છે, જેમાંથી બચવા માટે અને કૉંગ્રેસના વધુ ધારાસભ્ય ને ભાજપ માં જતા અટકાવવા માટે તેમની ટિકિટ ફાઇનલ હોવાનું પ્રોમિસ આપવામાં આવી રહ્યું છે, સાથે સાથે આ મહિના ના અંતથી કોંગ્રેસ ઉમેદવાર ના નામો જાહેર કરી શકે તેમ છે,

કૉંગ્રેસના નેતાઓની મળેલીએક મહત્વની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને લગતા જુદા-જુદા માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ભૂતકાળમાં પણ કોંગ્રેસે ત્રણ વખત ચૂંટણી હારેલાને ફરી ટિકિટ ના આપવી કોંગ્રેસે 21મી સપ્ટેમ્બર પછી ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવાનું જાહેર કર્યું હતું જો કે આ યાદીમાં મુખ્યત્વે વર્તમાન ધારાસભ્યોના નામો જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ હજુ ચૂંટણી પૂર્વે કોંગ્રેસનાં તોડફોડ કરવાના મૂડમાં છે. ઉમેદવારોના નામ નક્કી થાય અને તેમાંથી કોઇને ખેડવી નાખે તો પક્ષની આબરુનું ધોવાણ થાય. આ હકીકતને ધ્યાનમાં રાખીને પણ પાર્ટી નેતાગીરી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા વિશે આખરી નિર્ણય સપ્ટેમ્બર ના અંત માં લઇ શકે છે.

રાજકીય / ચૂંટણી પહેલાં ભાજપના નેતા હાર્દિક પટેલના હવાતિયાં, ક્યાથી લડી શકે છે ચૂંટણી ?