Not Set/ આ બહેનોએ રૂપિયા 1,111 નાં મુડી રોકાણથી શરૂ કરેલી સંસ્થા, આજે 4 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે

સુરેન્દ્રનગરના વર્ધમાન ગ્રુહ ઉધોગ મહિલા મંડળે ૩૬ વર્ષમાં ૩૦ હજારથી વધુ મહિલાઓને વિવિધ તાલીમ થકી સ્વનિર્ભર બનાવી….

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરનાં વઢવાણ ખાતે આજથી અંદાજે 36 વર્ષ અગાઉ પન્નાબેન શુક્લ સહીત 11 બહેનોએ રૂપિયા 101 ઉઘરાવી રૂપિયા 1,111 નાં મુડીરોકાણ સાથે ખાખરા અને અડદનાં પાપડ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી. જેમાં ધીરે ધીરે અન્ય મહિલાઓ જોડાતી ગઇ અને નાનકડા બીજ સમાન આ મંડળ આજે એક વિશાળ વટવૃક્ષ સમાન સંસ્થા બની ગઇ છે.

ક્રાઈમ: લીંબડીનાં સૌકા અને નાનાટીંબલા ગામનાં 2 શખ્સો પિસ્ટલ-તમંચા સાથે ઝડપાયા

પાપડ અને ખાખરાથી શરૂઆત કર્યા બાદ સંસ્થા દ્વારા જુદી જુદી પ્રકારનાં અથાણા, ફરસાણ સહીતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતુ. ઉત્તમ ક્વોલીટી અને વ્યાજબી ભાવનાં કારણે મંડળ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની માંગ સતત વધી રહી છે. ત્યારે સંસ્થાનાં પ્રમુખ પન્નાબેન શુક્લ, જ્યોતીબેન સોલંકી, ઉષાબેન ઠાકર, શિલ્પાબેન પરમાર, રાજેશ્રીબેન ત્રિવેદી, રચનાબેન રાવલ, મીનાબેન કારીયા સહીતની ટીમ દ્વારા મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધલક્ષી ઇન્કમ જનરેશન યોજનાઓ અંતર્ગત તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફુડ પ્રોસેસિંગ, ડ્રેસ ડીઝાઇનીંગ, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર, મોબાઇલ રીપેરીંગ જેવા વોકેશન કોર્ષની તાલીમ આપવામા આવે છે. જેથી મહિલાઓ પરાવલંબી બનવાના બદલે પોતાની આવડત અને કાર્ય કુશળતાથી સ્વાવલંબી બને છે. આવી યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવી છે.

ક્રાઈમ: પાટડીનાં ઝેઝરીમાં આઠ રાઉન્ડ ફાયરીંગ, એક મહિલા સહિત 3 ઘાયલ

આ ઉપરાંત મંડળ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીમાં કેન્ટીન ચલાવી તેમજ ખાખરા, પાપડ, અથાણાં, ફરસાણ સહીતની વસ્તુઓ બનાવી વેચાણ કરવામાં પણ સીધા જ પ્રત્યક્ષ રીતે 350 થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને કુંટુંબ સલાહ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે.

ગુજરાત: દેવળીયા નજીકથી સાડા ત્રણ લાખથી વધુનાં મુદ્દામાલ સાથે દારૂ ઝડપાયો

મહિલાઓને લાચાર નહીં પરંતુ સ્વમાની બનાવવાનો ઉદ્દેશ છે : પન્નાબેન શુક્લ, સંસ્થાનાં સંચાલક

મહિલાઓને એક બે વાર આર્થિક મદદથી લાચાર બનાવવાના બદલે તે પોતાના પગ પર ઉભી રહી શકે તે માટે તેને કામ આપી સ્વાવલંબી બનાવવી જેથી મહિલાઓ લાચારી અને ઓશીયાળાપણાથી નહી પરંતુ સ્વમાન અને ખુદ્દારીથી જીવે તેવો અમારો ઉદ્દેશ છે.