ગીર સોમનાથના તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી આ વર્ષે મે મહિનાની 4 મે મહિનાથી શરૃ થશે.ગત વર્ષ કરતાં 6 દિવસ વહેલા હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે કેસર કેરીના હકાજી 10 મે એ કરવામાં આવી હતી આ વર્ષે 4 મે નાં રોજ શરૂ કરવામાં આવશે.ગત વર્ષે દસ કિલોના 6,87,000 હજાર બોકસની આવક સાથે સરેરાશ એક કિલોનો ભાવ સરેરાશ 410 હતાં.
તાલાળા માકેટિંગ યાર્ડના નવા નિમાયેલા ડિરેકટરોની ઉપસ્થિતિમાં બોક્સની પ્રથમ બેઠક મળી હતી.જેમાં 4 મેથી કેસર કેરીની નવી સીઝન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે 37 દિવસ સીઝન ચાલી હતી. ગત સમયમાં 10 કિલોના 687000ના બોક્સની આવક થઇ હતી.અને પ્રતિ કિલોનો ભાવ સરેરાશ 410 હતો.જે છેલ્લા્ 20 વર્ષથી સૌથી વધુ હતો
