Not Set/ દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ પોતાના નિવેદનથી સૌ કોઇને ચોંકાવી દીધા

દક્ષિણ આફ્રિકાનાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે કહ્યું છે કે, તે ભવિષ્યમાં ભાગ્યે જ પોતાના દેશની જર્સી પહેરીને રમવા આવશે. “દક્ષિણ આફ્રિકા સાથે મારી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે.

Sports
ક્રિસ મોરિસ

T20 વર્લ્ડકપ 2021 ટૂર્નામેન્ટ UAE અને ઓમાનમાં રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં દુનિયાભરની ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટ ચાહકોની નજર પણ T20 વર્લ્ડકપ પર છે. આ દરમિયાન એક અનુભવી ખેલાડીએ પોતાના નિવેદનથી હંગામો મચાવી દીધો છે.

ક્રિસ મોરિસ

આ પણ વાંચો – રાજીનામું / BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પદ પરથી આપ્યું રાજીનામું

આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાનાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે કહ્યું છે કે, તે ભવિષ્યમાં ભાગ્યે જ પોતાના દેશની જર્સી પહેરીને રમવા આવશે. “દક્ષિણ આફ્રિકા સાથે મારી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. હું સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરવામાં માનતો નથી. બોર્ડ મારા નિર્ણયથી વાકેફ છે કે હું હવે ટીમ માટે નહીં રમીશ. નોંધપાત્ર રીતે, ક્રિસ મોરિસ IPL 2021માં સૌથી મોંઘો ખેલાડી હતો. તેને રાજસ્થાન રોયલ્સની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL માં 14મી સીઝનમાં મોરિસે 11 મેચમાં 15 વિકેટ લીધી હતી. આપને જણાવી દઈએ કે, ક્રિસ મોરિસ દક્ષિણ આફ્રિકાનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.

ક્રિસ મોરિસ

આ પણ વાંચો – બે વખોડવા પાત્ર ઘટના / પાક ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા ફોડવાના બનાવો

આપને જણાવી દઈએ કે ક્રિસ મોરિસ દક્ષિણ આફ્રિકાનો મહાન ઓલરાઉન્ડર ખેલાડી રહ્યો છે. તેણે ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ભાગ લીધો હતો. મોરિસે પ્રોટીઝ ટીમ માટે ચાર ટેસ્ટ, 42 ODI અને 23 T20I રમી હતી. મોરિસે ટીમ પર સિનિયર ખેલાડીઓ ફાફ ડુ પ્લેસિસ અને ઈમરાન તાહિર સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. મોરિસ હવે વિશ્વભરની T20 લીગમાં રમે છે. હાલમાં જ તે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. ક્રિસ મોરિસનાં નિવેદન બાદ સ્પષ્ટ છે કે તે સંન્યાસ લઈ રહ્યો નથી પરંતુ તે પોતાના દેશની ઈન્ટરનેશનલ ટીમનો ભાગ બનશે નહીં. માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ માટે આ મોટો ઝટકો હશે.