હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે બોલિવૂડથી લઈને ઢોલિવૂડના સ્ટાર્સ લગ્ન કરી રહ્યા છે. તો કેટલાક એવા સ્ટાર પણ છે જેઓ તેમના રિલેશનશિપની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે આવામાં ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસથી પોપ્યુલર બનેલા અને પછી ચાલ જીવી લઈએ ફિલ્મથી દર્શકોનાં દિલમાં રાજ કરનાર અભિનેતા યશ સોનીએ લાઈફ પાર્ટનરને લઈને સોશિયલ મીડિયા પર ઓફિશિયલ જાહેરા કરી દીધી છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે પોતાના પ્રેમને જાહેરમાં વ્યક્ત કરી દીધો છે.
આ વિશે એક્ટર યશ સોનીએ પોતે જ જાહેરાત કરી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અને જાનકીની તસવીર શેર કરીને તેમના રિલેશનશિપ વિશે માહિતી આપી છે. તેણે પોતાની અને જાનકીની ક્યૂટ તસવીર શેર કરી છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને આ જાહેરાત કરતા આનંદ થયો. અમારા પરિવારનાં આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર. તો બીજી બાજુ અભિનેત્રીએ જાનકીએ પણ આ તસવીર શેર કરી છે અને કેપ્શનમાં પણ અભિનેતાએ લખેલા શબ્દો જ લખ્યાં છે.
https://www.instagram.com/p/Cc92Qr_PbFA/?utm_source=ig_embed&ig_rid=61c247a7-6949-44f5-8640-383907d9ec3f
યશ સોની અને જાનકી બોડીવાલા હવે લગ્નના બંધનમાં ક્યારે બંધાશે તે અંગે કોઈ જાણકારી આપી નથી. પરંતુ એવું લાગે છે કે કદાચ આ વર્ષે બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, યશ સોની છેલ્લો દિવસ સિવાય શું થયું? અને ચાલ જીવી લઈએ!માં જોવા મળ્યો હતો. જેમાંથી ચાલ જીવી લઈએ! હિટ ફિલ્મ સાબિત થઈ હતી. ફિલ્મે ન માત્ર બોક્સઓફિસ પર સારું કલેક્શન કર્યું પરંતુ તે જોનારાને તેની કહાનીથી રડાવી પણ દીધા. બીજી તરફ જાનકી બોડીવાલા ઓ તારી, તંબુરો, છુટી જશે છક્કા, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે મ્યૂઝિક વીડિયો ‘રાધાને શ્યામ’માં પણ જોવા મળી હતી.
આ પણ વાંચો:કેનાલ બની છે ખેડૂતોની જીવાદોરી, શીંગવડા ડેમમાંથી 70 જેટલા ગામોને પાણી
