Weather Update/ આજે વાતાવરણમાં પલટો આવશે, જાણો ક્યાં રાજ્યોમાં વરસાદની સંભાવના

વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયની નજીક પહોંચવાની ધારણા હતી. જેના કારણે દેશના 15 રાજ્યોમાં 23 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

Top Stories India
weather

દેશમાં શિયાળો હવે ધીમે ધીમે સમાપ્ત થવાના આરે છે. આ દરમિયાન ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના આંદામાન સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન છે.

આ પણ વાંચો:રાજાશાહી વખતથી ફાળવવામાં આવેલા કાયદેસરના વાડાઓ અંગે માંગણી નહીં સ્વિકારાય તો

વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયની નજીક પહોંચવાની ધારણા હતી. જેના કારણે દેશના 15 રાજ્યોમાં 23 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરુણાચલ પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ હિમાલયમાં 22 થી 24 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ અને હિમવર્ષા વધી શકે છે.

23 ફેબ્રુઆરી એટલે કે આજે પર્વતીય વિસ્તારો ઉપર હળવાથી લઈને ભારે હિમવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળના ઉતરભાગમાં પર્વતીય વિસ્તારો અને સિક્કિમના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

IMD એ 23 ફેબ્રુઆરી સુધી સિક્કિમમાં હળવા અથવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં અલગ-અલગ સ્થાનો ઉપર, હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.

આ પણ વાંચો:પાટડીની યુવતિ પર દુષ્કર્મ આચરનારા બેંક ક્લાર્કના બે દિવસના રીમાન્ડ મંજૂર

આ પણ વાંચો:પાટડીની યુવતિએ કેન્સર પિડીતો માટે કર્યુ વાળનું દાન