કેવડિયા બચાઓ આંદોલન સમિતિ, ભાજપ-કોંગ્રેસના આદિવાસી આગેવાનો સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ બેઠક કરી હતી, એ બાદ તમામ આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની માંગ સાથે કેવડિયા પોલીસ મથકે ધામો નાખ્યો હતો.આખી રાત પોલીસ મથક બહાર બેસી રહેવા છતાં કેવડિયા પોલીસે નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો ન નોંધાતા આગેવાનોમાં રોષ વધ્યો હતો.
સરકારે નિલેશ દુબેને આખરે સસ્પેન્ડ કર્યા છે.સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના નાયબ કલેકટર નિલેશ દુબેને 07/12/2018 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધારાનો હવાલો સોંપાયો હતો.ગુજરાત સરકારે એ બાબતની નોંધ લીધી છે કે દુબેએ ચોક્કસ જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી લાગણીને ઠેસ પહોંચાડી છે.
જે વર્ગ-1 ના જવાબદાર અધિકારીને ન છાજે એવું વર્તન કહેવાય.નિલેશ દુબે વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવાનો કેસ બનતો હોવાથી એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સેન્સ્પેન્સન દરમિયાન એમનું મુખ્ય મથક ભાવનગર કલેકટર કચેરી હશે, તેઓ નિયંત્રક અધિકારીની લેખિત પરવાનગી સિવાય મુખ્ય મથક છોડી શકશે નહીં.
વલસાડ/ વાપીના આ વ્યક્તિએ 5 લોકોને આપ્યું જીવનદાન
National/ AAPનો દાવો, જમ્મુમાં પાર્ટી સાથે જોડાયા 50 હજાર લોકો, ચૂંટણીની મોટી તૈયારીઓ
રાજકીય/ હાર્દિક, અનંત, જિગ્નેશ – યુવા ‘મિત્રો’ની ત્રિપુટી ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા મક્કમ
Covid-19 Update/ ચીનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, બે વર્ષની સરખામણીમાં સૌથી વધુ કેસ, યુકેમાં 50 લાખ સંક્રમિત હોવાનો અંદાજ
OMG! / ‘એમ્નીયોટિક સેક’ સાથે જન્મેલી જોડિયા છોકરીઓ, તેમનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
