- ભાવનગરમાં તળાવમાં ડૂબવાથી 2 બાળકોના મોત
- વરતેજ નજીક તળાવમાં ન્હાવા પડયા હતા બાળકો
- શોધખોળ દરમ્યાન રાત્રે બાળકોના મૃતદેહ મળ્યા
- 9 અને 10 વર્ષીય બાળકોના થયા મોત
ભાવનગરમાં વરતેજ નજીક તળાવમાં ડૂબવાથી 2 બાળકોના મોત નીપજ્યાં છે. તળાવ ન્હાવા પડેલા 2 બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મ્મલે પોલીસને જાન થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :ચાકુની અણીએ કિશોરી પર આચર્યું સામુહિક દુષ્કર્મ, નરાધમોએ વીડિયો કર્યો વાયરલ

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના વરતેજ નજીક તળાવમાં બાળકો ન્હાવા પડ્યા હતા. ત્યારે તેઓ ડૂબીગયા હતા આ મામલે પરિવારને જાન થતા તેઓએ પોલીસને જાન કરી હતી જે બાદ બાળકોની શોધખોળ કરવામાં આવી હતી જે દરમિયાન રાત્રે બન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા. હતા. જણાવીએ કે 9 અને 10 વર્ષીય બાળકોનો મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે શહેર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : નીલગાય મુદ્દે ગરજ્યા હર્ષદ રીબડીયા, ગાંધીનગરના રોજડાને ગીર માં નહિ જ ઘુસવા દઈએ
