ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિતના દાવા વચ્ચે પાટણ જિલ્લામાં કિશોરી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. ગળાના ભાગે છરી રાખી કિશોરીને પીંખી નાખી હતી. જણાવીએ કે, ત્રણ જેટલા નરાધમોએ શિક્ષણનું ધામ એવી પ્રાથમિક સ્કૂલમાં એક કિશોરી પર સામુહિક દુષ્કર્મ આચર્યું છે.
મળતી માહિતી અનુસાર,પાટણના સાંતલપુર તાલુકા ખાતે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો છે. સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં સામુહિક દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ પ્રમાણે ચાકુની અણીએ 3 શખ્સોએ કિશોરીને પિંખી નાંખી હતી. તેમની હેવાનિયત ત્યાં ન અટકી પણ આરોપીઓએ આ દુર્ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.
આ પણ વાંચો :બાપુનગરની એક હોટલમાં પત્નીની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ
આ વીડિયો બતાવીને ત્રણેય શખ્સોએ સગીરાને હેરાન કરવાનું શરૂ કર્યું. વીડિયો વાયરલ કરવાની વારંવાર ધમકી આપવા લાગ્યા. એટલુ જ નહિ, થોડા દિવસ પહેલા સગીરા અને તેની બહેનપણીને પણ વીડિયો બતાવીને એકાંતમાં મળવાની વાત કરી હતી. આ વાતથી સગીરા ડરી ગઈ હતી. નરાધમો સગીરાને આ વીડિયો ગામના ગ્રૂપમાં વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા હતા. જો કે, સગીરા તાબે ન થતા ત્રણેય શખ્સોએ તેનો વીડિયો વયારલ કર્યો હતો.
આ પણ વાંચો :રાજ્યમાં શ્રમિકનો દેશમાં સૌથી ઓછુ દૈનિક વેતન
આપને જણાવી દઈએ કે, આ ઘટના એક માસ અગાઉની છે જ્યાં કિશોરીની લાજ છરીની અણીએ લૂંટવામાં આવી હતી. એટલુ જ નહિ, દુષ્કર્મીઓએ કિશોરીનો અશ્લીલ વીડિયો ઉતારી વારંવાર તેને બદનામ કરવાની ધમકી આપી હતી. એટલુ જ નહિ, નરાધમો આટલે અટક્યા ન હતા. કિશોરીને ફરી બોલાવતા અને તે વશ ન થતા તેનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ ઘટનાની જાણ કિશોરીના ભાઈને થતા તેણે ત્રણેય ઈસમો વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
