ઉના/ ઉના દેલવાડા રોડ પર કાર બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાનનાં મોત…

અકસ્માતમાં બંને મિત્રોના મોત નિપજતાં તેમનાં પરિવારજનો માં શોક પ્રસરી ગયો હતો. આ અંગે મૃતકનાં પિતા બાબુભાઈ માલાભાઇ બાબરિયા એ પોલીસમાં કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Gujarat Others

ઉના દેલવાડા રોડ પર મોડી સાંજે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને બાઈક ઉપર બેઠેલાં બે યુવાનોને ગંભીર ઈજાગ્રસ્ત થતાં ધટના સ્થળે મોત નિપજતાં અરેરાટી પ્રસરી ગઇ છે..

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રમેશ બાબુભાઈ બાબરીયા ઉ.વ. ૨૦ તેમજ મનિષભાઇ મોહનભાઈ રાઠોડ ઉ.વ. ૨૫ રહે. ઊના આ બંને યુવાન દેલવાડા થી ઉના તરફ આવતા હતા ત્યારે સામેથી ઊના થી દેલવાડા તરફ જતી હતી. પૂરપાટ ઝડપે આવતી કાર નં.DD 2 બી 4005 નાં ચાલકે બાઈકને અડફેટે લેતા ધડાકાભેર ભંયકર અકસ્માત થતાં બંને બાઈક પર બેઠેલા રમેશ બાબરીયા તેમજ મનિષભાઇ રાઠોડ બન્ને યુવાનોનાં મોત નિપજ્યું. હતું. આ અકસ્માતની ઘટના બનતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગઈ હતી.

મોટી સંખ્યામાં લોકો દોડી ગયેલાં હતાં. બનાવની જાણ પોલીસને થયા ઘટના સ્થળે દોડી ગયેલ. અને બન્ને મૃતકોના મૃતદેહને પી એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બંને મિત્રોના મોત નિપજતાં તેમનાં પરિવારજનો માં શોક પ્રસરી ગયો હતો. આ અંગે મૃતકનાં પિતા બાબુભાઈ માલાભાઇ બાબરિયા એ પોલીસમાં કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

USA / ટ્રમ્પના ઘરે દરોડા અંગે મોટો ખુલાસો, FBI પરમાણુ દસ્તાવેજોની શોધમાં પહોંચી